Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

રાજકોટ લોકસભા બેઠક ચૂંટણીઃ ખર્ચના ઓબ્ઝર્વર રાજકોટમાં: હિસાબો ફાઇનલઃ મોહનભાઇનો ૬૬ લાખનો ખર્ચ

લલીત કગથરાએ ૩૮ લાખ ૮૮ હજાર દેખાડયાઃ બસપાના ઉમેદવારનો ૭૭ હજારનો ખર્ચ

રાજકોટ તા. ૧૮ :.. તાજેતરમાં રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી યોજાઇ હતી, કુલ ૧૦ ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા, આજે રાજકોટ આવેલ. ખર્ચના ઓબ્ઝર્વરની હાજરીમાં તમામ ઉમેદવારોના હિસાબો ચકાસી, હિસાબો ફાઇનલ કરાયા હતાં.

ભાજપના ઉમેદવાર શ્રી મોહનભાઇ કુંડારીયાએ ૬૬ લાખ ૭૬ હજાર તો કોંગ્રેસના ઉમેદવાર લલીતભાઇ કગથરાએ ૩૮ લાખ ૮૮ હજારનો ખર્ચ દેખાડયો હતો, આ બંને હિસાબો ફાઇનલ કરાયા હતાં.

આ ઉપરાંત બસપાના ઉમેદવાર વિજય પરમારે ૭૭૬પપ નો ખર્ચ રજૂ કર્યો હતો, જયારે અપક્ષોમાં અમરદાસ દેસાણી-પ૬ હજાર, ચીત્રોડા નાથાલાલ-૮૦ હજાર, જે. બી. ચૌહાણ ૧૮ હજાર, ચૌહાણ મનોજભાઇ ૧૬ હજાર, જશપાલસિંહ તોમર-પ૯ હજાર  દેંગડા પ્રવિણભાઇ -ર૯ હજાર તથા રાકેશ પટેલે ૪પ હજારનો ખર્ચ રજૂ કર્યો હતો, આ તમામ ઓકે થયા હતા, કોઇ કવેરી ન હોવાનું કલેકટર કચેરીના સુત્રોએ કહયું હતું.

(3:50 pm IST)