Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

સીંગતેલમાં વધુ ૧૦નો ઉછાળો

૩ દિ'માં ડબ્બે ૪૦ રૂ. અને કપાસિયા તેલમાં ૨૦ રૂ. વધી ગયા

રાજકોટ, તા. ૧૮ :. સીંગતેલમાં તેજીનો દોર યથાવત રહ્યો છે અને આજે વધુ ૧૦ રૂ.નો ઉછાળો થયો છે.

સ્થાનિક બજારમાં કાચા માલની અછતના અહેવાલે સીંગતેલમાં આજે વધુ ૧૦ રૂ.નો ભાવ વધારો થયો છે. ગઈકાલે સીંગતેલ લુઝ ૧૦૬૫થી ૧૦૯૦ રૂ. હતા તે વધીને આજે બપોરે ૧૦૭૫થી ૧૧૦૦ રૂ. ભાવ બોલાયા હતા. સીંગતેલ નવા ટીનના ભાવ ૧૭૮૦થી ૧૮૮૦ રૂ. હતા તે વધીને ૧૭૯૦થી ૧૮૯૦ રૂ. થયા હતા. સીંગતેલની સાથે કપાસિયા તેલમાં પણ ૫ રૂ.નો ભાવ વધારો થતા કપાસીયા ટીનના ભાવ વધીને ૧૨૭૫થી ૧૩૦૦ રૂ.ની સપાટીએ પહોંચ્યા હતા.

તેજીના પગલે છેલ્લા ૩ દિવસમાં સીંગતેલમાં ડબ્બે ૪૦ રૂ. અને કપાસિયા તેલમાં ૨૦ રૂ.નો ભાવ વધારો થયો છે.

(3:49 pm IST)