Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

શહેરના વોંકળામાં વૃક્ષારોપણઃ કરવા ભકિતનગર રેલ્વે સ્ટેશન વિસ્તારની મુલાકાત લેતા પદાધિકારીઓ

રાજકોટઃ ચાલુ વર્ષે ચોમાસાની ઋતુ દરમ્યાન શહેરમાં વૃક્ષારોપણ કરવામાં આવનાર છે. શહેરના વોંકળાઓમાં પણ વૃક્ષારોપણ કરવાનું આયોજન છે. વૃક્ષારોપણની સાથે વોંકળો ડેવલપ થાય, ગંદકી મુકત થાય, તેવુ આયોજન વિચારેલ છે જેના અનુસંધાને આજે  મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઇ મોલીયા, ગાર્ડન વિભાગના ડિરેકટર કે.બી. હાપલીયા, પર્યાવરણ અધિકારી નિલેષ પરમાર, ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયન ઇન્ટીરીયર ડિઝાઇનર્સના પ્રમુખ આનંદ શાહ, હરેશ પરસાણા, ડોડીયા, રચેશ પીપળીયા, દીપક મહેતા, જાનકી હકાણી, શૈલી ત્રિવેદી, અતુલ રાજપરા, રોટરી મીટટાઉનના દિવ્યેશ અઘેરા, વિગેરેએ ભકિતનગર રેલ્વે સ્ટેશન પાસે આવેલ વોંકળાની સ્થળ મુલાકાત લીધેલ દરમિયાન ભવિષ્યમાં વોંકળામાં વૃક્ષારોપણ થાય અને સામાજીક સંસ્થા દ્વારા ડેવલપ કરી વોંકળો ગંદકી મુકત બને તેવું આયોજન કરવાનું ચર્ચા-વિચારણા કરે.

(3:49 pm IST)