Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

વ્યાજકવાદ અંગેના ગુન્હામાં આરોપીના આગોતરા જામીન મંજુર

રાજકોટ તા ૧૮  :  અત્રે થોરાળા પોલીસ સ્ટેશન સમક્ષ મોૈલીક કાકડીયાએ જયેશ ડાંગર વિરૂધ્ધ ૧૦%ના વ્યાજે રૂા ૪,૫૦,૦૦૦/- પુરા લીધેલ અને તે વસુલ કરવા ફરીયાદીની માલીકીની ન હોય તેવી એકસયુવી ગાડી પૈસા નહીં આપે તો મારી નાખીશ તેવી ધમકી આપી બળજબરીથી લઇ લીધા હોવા અંગે ફરીયાદીએ ભારતીય દંડ સંહીતાની કલમ ૩૮૪,૩૮૬, ૫૦૬(ર), ૧૧૪, મુજબ તથા ગુજરાત નાણા ધીરધાર અધિનીયમની કલમ-૫,૪૦, ૪૨(એ) મુજબનો ગુન્હો દાખલ કરાવેલ, જે ગુન્હાના કામે આરોપી જયેશ ડાંગર ની ધરપકડની દહેશત હોવાથી એડવોકેટ જયેન્દ્ર ગોંડલીયા મારફત સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન પર મુકત થવા અરજ ગુજારતા શરતોને આધીન ધરપકડના પ્રસંગે જામીન મુકત કરવા હુકમ ફરમાવેલ છે.

અરજદાર/આરોપી જયેશભાઇ રાણાભાઇ ડાંગર વતી ગોંડલીયા એસોસીએટસના જયેન્દ્ર એચ. ગોંડલીયા તથા હીરેન ડી લિંબડ, મોનિષ જોષી, કુલદિપસિંહ વાઘેલા, વિરલ વડગામા, મોૈલીક ગોધાણી, પિયુષ કોરીંગા તથા ક્રિષ્નાબેન પીઠડીયા,, કાજલબેન તથા કરન ડી. કારીયા (ગઢવી) વકીલ તરીકે રોકાયેલ હતા.

(3:48 pm IST)