Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

રેલનગર અને ધરમનગરના કવાર્ટરમાં ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ દારૂની ર૪ બોટલ સાથે બે પકડાયા

રેલનગરમાં કારમાંથી કમલેશ લાલવાણી અને ગાંધીગ્રામ ધરમનગર કવાર્ટરમાંથી જીજ્ઞેશ ઉર્ફે જીગો પરમાર ઝડપાયા

રાજકોટ તા. ૧૮: રેલનગર છત્રપતિ શીવાજી ટાઉનશીપ પાસે ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી કારમાંથી દારૂની ૧ર બોટલ સાથે સીંધી અને ગાંધીગ્રામ ધરમનગર આવાસ યોજના કવાર્ટરમાંથી દારૂની ૧ર બોટલ સાથે રજપૂત શખ્સને ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સુચનાથી ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ. એમ. ગઢવીના માગર્લદર્શન હેઠળ હેડ કોન્સ. સામતભાઇ ગઢવી, અભીજીતસિંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, વિરદેવસિંહ જાડેજા, ઇન્દ્રજીતસિંહ ગોહીલ, રઘુવિરસિંહ વાળા, સિધ્ધરાજસિંહ જાડેજા અને ડાયાભાઇ બાવળીયા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ. રઘુવિરસિંહ, સિધ્ધરાજસિંહને મળેલી બાતમીના આધારે રેલનગલરમાં છત્રપતિ શીવાજી ટાઉનશીપ પાસેથી જીજે-૦૬-એએચ-પ૦૦૦ નંબરની એસેન્ટ કારને રોકી તલાશી લેતા તેમાંથી રૂ. ૩૬૦૦ ની કિંમતની દારૂની ૧ર બોટલ મળી આવતા કારમાં બેઠેલા કમલેશ કિશોરભાઇ લાલવાણી (ઉ.વ.૩૧) (રહે. રેલનગર મહર્ષી દયાનંદ ટાઉનશીપ જીવીંગ કવાર્ટર નં. ૭૦૬) ને પકડી લીધો હતો. તેની પૂછપરછ દરમ્યાન દારૂનો જથ્થો નવાગામનો જગદીપ મનસુખ ટાંક આપી ગયો હોવાનું જાણવા મળતા પોલીસે તેની શોધખોળ આદરી છે.

જયારે બીજા દરોડામાં ગાંધીગ્રામ ધરમનગર આવાસ યોજના કવાર્ટર નં. ર૮ બ્લોક નં. ૧૧પ૦માં દરોડો પાડી રૂ. ૩૬૦૦ ની કિંમતની દારૂની ૧ર બોટલ સાથે કવાર્ટર માલીક જીજ્ઞેશ ઉર્ફે જીગો મયુરભાઇ પરમાર (ઉ.વ. ર૬) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:48 pm IST)