Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

રાજકોટમાં રીમઝીમ વરસાદ : વાતાવરણમાં ઠંડક : બાળકોએ ભીંજાવાની મજા માણી

રાજકોટ : સમગ્ર રાજયમાં આજે સવારથી ઓછા વધુ પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે રાજકોટ શહેરમાં પણ આજે સવારથી વાતાવરણ પલ્ટાયુ છે. સવારે હળવા ઝાપટા પડી ગયા બાદ દસેક વાગ્યાની આસપાસ સૂર્યદેવે દર્શન દીધા હતા. ત્યારબાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા - ભારે ઝાપટા ચાલુ છે. વરસાદી માહોલના પગલે માર્ગો ઉપર  પાણી ફરી વળ્યા હતા. વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે. બાળકોથી માંડી મોટેરાઓ વરસાદની મજા માણવા નીકળી પડ્યા હતા. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:45 pm IST)