Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

વોર્ડ નં. ૧ ના વિવિધ વિસ્તારમાં પેવીંગ બ્લોક નખાશેઃ કામનો પ્રારંભ

રાજકોટઃ શહેરના વોર્ડ નં. ૧માં આવેલ શાહનગર અને શકિતનગર વિસ્તારમાં પેવીંગ બ્લોકનું કામ પૂરજોશથી શરૂ કરાયુ છે. જેનુ ખાતમુહુર્ત વોર્ડ નં. ૧ના કોર્પોરેટર અને વોટર વર્કસ વિભાગના ચેરમેન બાબુભાઈ આહિરએ કરેલ. આ પ્રસંગે વોર્ડ નં. ૧ ના કોર્પોરેટર દુર્ગાબા જાડેજા, અંજનાબેન મોરઝરીયા, ભાજપ મહિલા અગ્રણી ચારૂબેન ચૌધરી વોર્ડ નં. ૧ ભાજપ પ્રમુખ રસિકભાઈ બદ્રકીયા, મહામંત્રી ભાવેશભાઈ પરમાર, ભારતીબેન રાવલ, જયદીપસિંહ જાડેજા, હેંમતભાઈ બોરીચા, નાથાભાઈ સથવારા, મહેન્દ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ ચુડાસમા, અશ્વિનભાઈ પાનખણીયા, ઉકાભાઈ સથવારા, દિનેશભાઈ કણઝારીયા, હુસેનભાઈ સૈયદ, ડાહ્યાભાઈ સથવારા, લીલાબેન, કમલેશભાઈ સથવારા સહિત બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(3:40 pm IST)