Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

ગાયત્રીનગર રોડ પર વરલીનો જૂગાર રમતાં ચાર પકડાયા

રાજકોટ તા. ૧૮: ગાયત્રીનગર મેઇન રોડ પર જીવરાજ હોસ્પિટલ પાસે ઉભા રહી ચાર શખ્સો વરલી ફીચરના આંકડાનો જૂગાર રમતાં હોઇ ભકિતનગર પોલીસે પકડી લીધા હતાં.

પોલીસે ખેંગાર રાણાભાઇ બોરીચા (ઉ.૬૦-રહે. ભગવતીપરા યાદવ પાન સામે), શૈલેષ દેશળભાઇ ભટ્ટી (ઉ.૫૪-રહે. લક્ષ્મીનગર-૩), દેવા હરિભાઇ બાંભવા (ઉ.૬૦-રહે. નટરાજનગર મફતીયાપરા) તથા રમેશ ભવાનભાઇ વાળા (ઉ.૫૩-રહે. હરસિધ્ધી સોસાયટી, સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ ગાંધીગ્રામ)ને પકડી લઇ વરલી ફીચરના આંકડા લખેલી સ્લીપો ચાર નંગ તથા બોલપેન અને રોકડા રૂ. ૧૧૯૪૫ કબ્જે લીધા હતાં.

પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી.બી. જેબલીયા, એએસઆઇ પી.વી. રાણા, ભાવેશભાઇ મકવાણા, વિક્રમભાઇ, દેવાભાઇ, સલિમભાઇ , રણજીતસિંહ, મનિષભાઇ, દિવ્યરાજસિંહ, વાલજીભાઇ, રાજેશભાઇ, હિતેષભાઇ સહિતે દરોડો પાડ્યો હતો.

(3:27 pm IST)