Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

ગોંડલ રોડ મહમદીબાગમાં છોકરાવની તકરારમાં મારામારી થતાં બે ઘવાયા

પરવેઝભાઇ અને ફિરોઝભાઇએ સિવિલમાં સારવાર લીધી

રાજકોટ તા. ૧૮: કોઠારીયા સોલવન્ટ પાસે મહમદીબાગમાં છોકરાઓની તકરારમાં મારામારી થતાં બે વ્યકિતને ઇજા થઇ હતી.

મહમદીબાગ વિભાગ-૪માં પરિન ફર્નિચર પાસે રહેતાં પરવેઝભાઇ સુલેમાનભાઇ માજોઠી (ઉ.૪૬)ને સાંજે સાડા આઠેક વાગ્યે ફિરોઝ, આશીક અને અજાણ્યાએ બેઝબોલના ધોકાથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં.

સામા પક્ષે મહમદીબાગ-૧૦માં રહેતાં ફિરોઝભાઇ અનવરભાઇ મિર્ઝા (ઉ.૪૨) પણ પોતાના પર જીશાન અશરફે પાઇપથી હુમલો કર્યાની રાવ સાથે સિવિલમાં સારવાર લીધી હતી. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલાએ તાલુકા પોલીસમાં બંને એન્ટ્રી નોંધાવી હતી. છોકરાઓ વચ્ચે મોબાઇલ પર વાત કરવા બાબતે ચડભડ થયા બાદ મોટેરા બાખડી પડ્યાનું જણાવાયું હતું.

(3:26 pm IST)