Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

તા.૨૯, ૩૦ જુને બાળકો- સિનિયર સીટીઝનો માટે ચેસ ટૂર્નામેન્ટઃ રોકડ ઈનામો અપાશે

વન્ડર ચેસ કલબ અને ગેસ્ફોર્ડ ચેસ કલબના ઉપક્રમે આયોજનઃ આશરે ૧ હજાર ખેલાડીઓ ભાગ લેશે

રાજકોટ,તા.૧૮: બાળકોમાં યાદશકિત અને બુદ્ધિચાતુર્યતામાં વધારો કરવામાં જે રમતનું આગવું સ્થાન છે તે ચેસ રમતનું આગામી તા.૨૯, ૩૦ જુનના રોજ નીલ સીટી રીસોર્ટ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. જેમાં કુલ ચાર પ્રકારની ચેસ ટુર્નામેન્ટ યોજાશે. જેમાં અન્ડર-૮, અન્ડર-૧૩, રેપીડ ચેસ ટુર્નામેન્ટ અને રાજકોટમાં ગુજરાત સ્ટેટ ચેસ  એશોસિએશનના સહયોગથી અને ગેસ્ફોર્ડ ચેસ કલબ રાજકોટના સહયોગથી પ્રથમવાર સિનિયર સિટીઝન ટ્રોફી માટે અલગથી ચેસ ટુર્નામેન્ટનું આયોજન પણ સાથે રાખવામાં આવેલું છે. તેમજ ૩૦ના બપોરે ૩ વાગ્યે બ્લીટસ ટુર્નામેન્ટ (ત્રણ મિનિટની ગેમ)નું આયોજન રાખવામાં આવેલું છે. આ ટુર્નામેન્ટ સ્વીસલીગ પધ્ધતિથી રમાડાશે. બહારગામથી આવેલા ખેલાડીઓ માટે રહેવાની વ્યવસ્થા  રાખેલ છે.

ખેલાડીઓએ પોતાની એન્ટ્રી તા.૨૭ સુધીમા મોકલી આપવાની રહેશે. આ ટુર્નામેન્ટમાં કુલ ૪૬,૦૦૦ના રોકડ ઈનામો અપાશે. ઓપન કેટેગરી પ્રથમ ઈનામ ૬ હજાર,  સિનિયર સિટીઝનમા પ્રથમ ઈનામ ૨ હજાર અને બાળકોમાં બંને કેટેગરીમાં પ્રથમ ઈનામ ૧ હજાર રાખવામા આવેલ છે. એન્ટ્રી નોંધાવવા તથા વધુ વિગત માટે ગૌરવ ત્રિવેદી મો.૮૮૪૯૦ ૦૮૭૫૦, કિશોરસિંહ જેઠવા મો.૯૯૨૫૨ ૪૮૨૫૧, અભય કામદાર મો.૭૯૮૪૮ ૪૨૬૨૫ તથા ગેસ્ફોડ ચેસ કલબ કિરીટ પાનઘર ફોનનં.(૦૨૮૧) ૨૨૨૧૭૪૬નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

આ ટૂર્નામેન્ટમાં વેન્યુ પાર્ટનર તરીકે નાંમાકિત ઉદ્યોગપતિ ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂ, નીલ સીટી રિસોર્ટ તેમજ ગ્લોબલ સર્વિસ ગ્રુપના ફાઉન્ડર ચિરાગભાઈ મહેતા, સંવેદના હાઈટસ તથા ગુજરાત સ્ટેટ ચેસ એશોસિએશનના પ્રમુખ અજયભાઈ પટેલ તથા હોનરેબલ સેક્રેટરી ભાવેશભાઈ પટેલનો સહકાર મળેલ છે.

આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે વન્ડર ગ્રુપના ગૌરવ ત્રિવેદી, અભય કામદાર, ગેસ્ફોર્ડ ચેસ કલબના પ્રમુખ નટુભાઈ સોલંકી, સેક્રેટરી કિશોરસિંહ જેઠવા, દિપકભાઈ જાની, આઈ.જી.પરમાર, મયુરભાઈ પટેલ, ડાયનેમીક ચેસ એકેડમીનાં મનિષ પરમાર, મહેશભાઈ વ્યાસ, વલ્લભભાઈ પીપળીયા, માધવ બગડાઈ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. આ ટુર્નામેન્ટના આર્બિટર તરીકે જય ડોડીયા સેવા આપશે.

ઉકત તસ્વીરમાં 'અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે ચેસ ટૂર્નામેન્ટના આયોજકો સર્વશ્રી કિશોરસિંહ જેઠવા, ગૌરવ ત્રીવેદી, અભય કામદાર, નૈરીષ ઝવેરી, ચીરાગભાઈ મહેતા અને હિરેનભાઈ મારૂ નજરે પડે છે.

(3:25 pm IST)