Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઓફીસ આસીસન્ટ તલાટી કમમંત્રીની પરીક્ષા માટે તાલીમ વર્ગ

તા.પ જુલાઇથી કેરીયર કાઉન્સેલીંગ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટર દ્વારા આયોજન

રાજકોટ, તા., ૧૮: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સીસીડીસીના માધ્યમથી સૌરાષ્ટ્ર વિસ્તારના છાત્રોને 'સરકારી નોકરી' મેળવવા માટેનું સ્વપ્ન સાકાર કરવા સીસીડીસીના માધ્યમથી નિષ્ણાંતો મારફત સ્માર્ટ ટીપ્સ સાથે સચોટ તાલીમ આપવામાં આવે છે. જેના પરીણામ સ્વરૂપ અનેક છાત્રોએ સરકારી નોકરીઓ મેળવેલ છે. યુનિવર્સિટીના કુલપતિશ્રી, ઉપકુલપતિશ્રી અને કુલસચિવશ્રીના માર્ગદર્શન હેઠળ ટીમ સીસીડીસી મારફત નોનસ્ટોપ તાલીમ, જુદા-જુદા વિષયોના નિષ્ણાંતો અને યુપીએસસી, જીપીએસસી પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરનાર તજજ્ઞ મારફત દરરોજ જ્ઞાનરૂપી આદાન-પ્રદાન, જુદી-જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓની સફળતા માટે શોર્ટકટ અને પરીણામ સ્વરૂપ તાલીમ સાથે જ્ઞાનરૂપી લાયબ્રેરી અને સફળતાનું વાતાવરણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે પુરૂ પાડવામાં આવે છે. સીસીડીસીના પ્રયત્નો અને પરીણામલક્ષી આયોજન તથા વિદ્યાર્થીઓને મહેનતના કારણે રાજય અને કેન્દ્ર સરકારશ્રી મારફતની અનેક પરીક્ષાઓમાં છાત્રોએ ઝળહળતી સફળતા મેળવેલ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વાા સચિવાલય વિભાગો માટે ઓફીસો આસીસ્ટન્ટ વર્ગ-૩ અને પંચાયત વિભાગ દ્વારા વિવિધ જિલ્લાઓમાં મહેસુલી તલાટી-કમ-મંત્રીની જગ્યાઓની જાહેરાતને અનુલક્ષી પરીક્ષા સંદર્ભે તાલીમ આપવાનું આયોજન તા.પ-૭-ર૦૧૯થી સીસીડીસી ખાતે શરૂ કરવામાં આવશે.

તાલીમ વર્ગમાં વિવિધ જગ્યાઓ માટેના અભ્યાસક્રમ ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, સામાન્ય વિજ્ઞાન, કવોન્ટીટેટીવ એપ્ટીટયુટ કોમ્યુટર જાહેર વહીવટ અને ભારતનું બંધારણ, કરન્ટ અફેસના સિલેકટેડ વિષયની સઘન તાલીમ આપવામાં આવનાર છે. ઉપરોકત તાલીમ વર્ગમાં જોડવા ઇચ્છતા ઉમેદવારો તા. ૦૩-૦૩-ર૦૧૯ સુધીમાં ગ્રાઉન્ડ ફલોર, સીસીડીસી બિલ્ડીંગ, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા પાછળ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે તેમનું રજિસ્ટ્રેશન ર્ફો ટોકન શુલ્ક સાથે બે પાસપોર્ટ સાઇઝ ના ફોટો, ઓફિસ આસીસ્ટન્ટ તલાટી મંત્રીનું ઓનલાઇન ફોર્મની ઝેરોક્ષ, આઇ.ડી. પ્રૂફ અને લીવીંગ સર્ટીફીકેટ સાથે લાવવાનું રહેશે રજિસ્ટ્રેશન ફોર્મ ભરી કેમ્પસ પરની બેંકના વર્કીંગ દિવસોમાં જ રજિસ્ટ્રેશન ફી ભરી શકાશે.

(3:24 pm IST)