Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

રાજકોટમાં ભકિતનગર ફીડર બંધઃ ત્રણ ફીડર કેબલને કારણે બંધ કરાયાઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ ૧૭૩ ફીડર ઠપ્પ

પોરબંદરમાં જેજીવાયના ૮ ફીડર ફોલ્ટમાં જતા ૩ર ગામોમાં ગઇકાલથી અંધારા છવાયા

રાજકોટ તા.૧૮ : રાજકોટ-સૌરાષ્ટ્ર-કચ્છમાં જેજીવાયના ૮ અને એગ્રીકલ્ચરના ૧૭૩ ફીડર હજુ ઠપ્પ હોવાનું રાજકોટ વીજતંત્રના સૂત્રોએ ઉમેર્યુ હતું.

ગઇકાલ રાતથી રાજકોટમાં વરસાદી વાતાવરણ જામ્યુ છે, હળવા-ભારે ઝાપટા સતત પડી રહ્યા છે, અને તેના કારણે ભકિતનગર ફીડર બંધ થતા ૪ હજાર લોકોની લાઇટ ગુલ થઇ ગઇ હતી.

તો રાધીકા, જયુબેલી અને મીલબેલ ફીડર કેબલ નાખવાના કારણે બંધ કરાતા હજારો લોકો હેરાન પરેશાન થઇ ગયા હતા સબ ડિવીઝનોમાં ફરીયાદોનો ધોધ વહયો હતો.  દરમિયાન જામનગર-૭પ, ભુજ-પ૧ અને અંજારના-૩૭ તથા સુરેન્દ્રનગર પંથકના ૧૦ મળી ખેતીવાડીના કુલ ૧૭૩ ફીડર બંધ હોવાનું જાણવા મળ્યું હતું.

જયારે પોરબંદરના જેેજીવાયના ૮ ફીડર એકાએક ટ્રીપમાં જતા ૩ર ગામોમાં ગઇકાલ રાતથી અંધારપટ છવાઇ ગયો છે વીજતંત્રની ટીમો સમારકામ માટે દોડી ગઇ છે.

(1:18 pm IST)