Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

ડમ્પર ચાલકને લુંટી લેનાર આમદ કટીયાને ખુલ્લી છરી સાથે વાંકાનેર પોલીસે ઝડપી લીધો

તસ્વીરમાં પકડાયેલ આરોપી (નીચે બેઠેલ) સાથે વાંકાનેર પોલીસનો કાફલો નજરે પડે છે. (૯.૬)

વઢવાણ, તા. ૧૮ : વાંકોનર પાસે ડમ્પર ચાલકને લુંટી લેનાર કુખ્યાત શખ્સને વાંકાનેર પોલીસે ખુલ્લી છરી સાથે દબોચી લીધો હતો.

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી મયુરભાઈ પ્રેમજીભાઈ ડાભી (ઉ.વ. ૨૨) ધંધો ડ્રાઇવિંગ, રહે. ઢેઢુકી, જી. સુરેન્દ્રનગર વાળાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ કે તા. ૧૬ના રાત્રિના બે કલાકે ફરિયાદીના હવાલા વાળા ડમ્પરમાં ગારીડા ગામેથી માટી ભરી મોરબી ખાલી કરવા જતાં હતાં ત્યારે કેરાળાના પાટીયે આવેલ ભરવાડની હોટલમાં ચા-પાણી પીવા ઊભા રહેલ અને ચા પાણી પી રવાના થતાં અંદાજીત ૨૦૦ મીટર આગળ જતાં આરોપીએ ઓટો રિક્ષા રોંગ સાઈડમાં ફરિયાદીના ડમ્પર સામે આવવાં દીધેલ અને રીક્ષાનો ડ્રાઇવર ડમ્પર ઉપર કેબિનમાં ચડી ગયેલ અને ઢીકા મારવાં લાગેલ તેમજ આરોપીએ તેના નેફામાંથી છરી કાઢી જે પૈસા હોય તે આપી દે તેમ કહી ગાળો આપેલ. હાથમાં પહેરેલ રાડો ઘડીયાર કિંમત બે હજાર અને શર્ટના ખિસ્સામાં રાખેલ રૂપિયા એક હજારની લૂંટ કરી ભાગી ગયેલ. આ દરમિયાન ફરિયાદીએ રિક્ષાના અને આરોપીના ફોટા તેના મોબાઇલમાં પાડેલ હોય હોટેલ પર બતાવતાં ત્યાં રહેલ સ્થાનિક લોકોએ આરોપી આમદ આદમ કટિયા, વાંકાનેરના નવાપરા પંચાસર રોડ પર રહેતો હોવાનું જાણવા મળેલ. જે મુજબની ફરિયાદ મળતાં વાંકાનેર સીટી પોલીસે આઈપીસી ૩૯૪, ૩૨૩, ૫૦૪ જીપીએકટ ૧૩૫ મુજબ ફરિયાદ દાખલ કરેલ. ઉપરોકત લૂંટનાં બનાવની જાણ થતાં તાત્કાલિક વાંકાનેર સી.ટી પી.આઇ. એમ.વી. ઝાલા અને પોલીસ સ્ટાફ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવતા જેમાં વહેલી સવારે આરોપી સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળેલ પરંતુ આરોપી ઝનુની સ્વભાવનો હોય અને અગાઉ પણ આરોપી વિરુદ્ઘ પ્રોહિબિશનના અને શરીર સંબંધના ગુના નોંધાયેલા હોય આરોપી પાસે રહેલ ખુલ્લી છરી બતાવી પોલીસની સામે પડકાર ફેંકેલ પરંતુ વાંકાનેર સી.ટી પી.આઇ. એમ.વી. ઝાલાની ટીમે આગવી સુજબૂઝ,  હિંમત બતાવી આરોપીનો સામનો કરી આરોપીના કબજામાં રહેલ ખુલ્લી છરી કબજે લઇ આરોપી આમદ કટીયાને દબોચી લીધો હતો.

વાંકાનેર સીટી પોલીસ દ્વારા રાત્રે ૨.૩૦ વાગ્યે બનેલ લૂંટના બનાવના આરોપીને તાત્કાલિક ઝડપી પાડી આરોપીને કાયદાનું ભાન કરાવ્યું હતું.

(1:16 pm IST)