Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

હરિશભાઇ પારેખના રૂ.૩૪ હજાર ન ચુકવનાર મનહર પ્લોટના શૈલેષ કામલીયા વિરૂધ્ધ કાર્યવાહી

જાહેર ખબરના પૈસા પેટે ચેક આપ્યો તે રિટર્ન થયો

રાજકોટ તા. ૧૮: ચારૂ પબ્લીસીટીવાળા હરીશભાઇ મુળજીભાઇ પારેખને મંગળા રોડ પરના ૧૦-મનહરપ્લોટમાં રહેતાં શૈલેષભાઇ વિજયસિંહ કામલીયા પાસેથી રૂ. ૩૪ હજાર લેવાના થતાં હોઇ શૈલેષભાઇએ આ રકમનો ચેક આપ્યો હતો. આ ચેક રિટર્ન થતાં તેનેએડવોકેટ મુનિશ કે. સોનપાલ મારફત કાયદેસર તાકિદ પાઠવવામાં આવી છે. તેમજ પંદર દિવસમાં પૈસા ન ચુકવે તો ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ કાર્યવાહી થશે તેમ જણાવાયું છે.

એડવોકેટ મુનિશ સોનપાલે શૈલેષભાઇ કામલીયાને પાઠવેલી કાનૂની કાર્યવાહીમાં જણાવાયું છે કે અમારા અસીલ હરિશભાઇ પારેખ અખબારમાં જાહેર ખબર પ્રસિધ્ધ કરાવી આપવાનું કામ કરે છે. તેના મારફત શૈલેષભાઇ અવાર-નવાર જાહેર ખબર છપાવતાં હોઇ જેથી વ્યાપારિક સંબંધ બંધાયા હતાં. જે અનુસંધાને છેલ્લે આપેલી જાહેર ખબરના રૂ. ૩૪ હજાર શૈલેષભાઇ પાસે લેણા નીકળે છે. તેણે આ રકમની ચુકવણી પેટે ભારતીય સ્ટેટ બેંક હરિહર ચોક પાસેનો ખાતા નં. ૩૧૫૧૦૧૮૩૩૪૬નો ચેક નં. ૫૯૫૨૩૮ તા. ૩૧-૩-૧૮નો રૂ. ૩૪ હજારનો આપ્યો હતો. આ ચેક બેંકમાં જમા કરાવશો એટલે રકમ મળી જશે તેવું વચન પણ આપ્યું હતું.

પરંતુ અસીલ હરિશભાઇ પારેખે આ ચેક ધી કો-ઓપ. બેંક ઓફ રાજકોટ લી.માં જમા કરાવતાં ખાતામાં બેલેન્સ નથી એવા શેરા સાથે ૨૯/૫ના રોજ ચેક રિટર્ન થયો હતો. આ બાબતે શૈલેષભાઇને પુછતાં તેણે સંતોષકારક જવાબ આપ્યો નહોતો. આ જોતાં તે અસીલ હરિશભાઇનું લેણું ડુબાડવાનો ઇરાદો ધરાવતાં હોય તેમ લાગે છે. આ રકમ ૧૫ દિવસમાં ભરપાઇ નહિ થાય તો કાયદેસરની કાર્યવાહી થશે. શ્રી હરિશ પારેખ દ્વારા તેમ જણાવાયું છે.

(4:03 pm IST)