Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

રૂ ૨૦ લાખ નો ચેક રિર્ટન થતા એમ્ફી વેબ ટેક પ્રા.લી. ના માલીક સામે ફરીયાદ

રાજકોટ તા ૧૮ : રાજકોટશહેરમાં એસ.એન.કે. સ્કુલ પાસે નંદી પાર્ક કોર્નરમાં એમ્ફી વેબ ટેક પ્રા. લી. ના નામે ધંધો કરતા કિરણ વડારીયાના પત્ની પુજાબેન વડારીયાઅ. નિર્મલા કોન્વેન્ટ રોડ પર રહેતા મહન્દ્રભાઇ મારડીયા પાસેથી લીધેલ રકમ રૂ૨૦,૦૦,૦૦૦/- પરત કરવા  આપેલ ચેક રીર્ટન થતા અદાલતમાં ફરીયાદ કરતા આરોપી પુજા વાડરીયા સામે અદાલતમાં કેસમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ રાજકોટના એડી.ચીફ ઝયેડી. મેજી. એ ફરમાવેલ છે.

કેસની હકીકત જોઇએ તો, સાધુ વાસવાણી રોડ પર સી-૨૦૪, કોપર હાઇટસ માં રહેતા અનેએસ.એન.કે. સ્કુલ પાસે એમ્ફી વેબ ટેક પ્રા.લી. ના નામે ઘંઘો કરતા પુજા કિરણભાઇ વડારીયા વિરૂધ્ધ નિર્મલા કોન્વેન્ટ રોડ પર મહેન્દ્રભાઇ નાનજીભાઇ મારડીયાએ રાજકોટની અદાલતમાં એ મતલબની ફરીયાદ આપેલ કે, કિરણ વડારીયા તથા ફરીયાદીના પુત્ર, જયદીપ બન્ને સાથે અભ્યાસ કરતા પારીવારીક સબંધો હતા અને તે  કારણે ફરીયાદીના પુત્ર જયદીપ આરોપીને ત્યાં નોકરી પણ કરતા અને ધંધાના ડેવલોપીંગ માટે નાણાની જરૂરીયાત ઉભી થતાં આરોપી એ ફરીયાદી પાસેથી રૂ ૨૦,૦૦,૦૦૦/- માંગણી કરતા ફરીયાદીએ બેન્ક ટુ બેન્ક રકમ આરોપીને ચુકવેલ, જે રકમ પરત કરવા આરોપીએ ઇસ્યુ કરી અપેલ ચેક રીટર્ન થતા પાઠવેલ કાનુની નોટીસના અંતે પણ તહોમતદારે ફરીયાદીનું કાયદેેસરનું લેણું અદા ન કરતા ફરીયાદીએ એડવોકેટ સુરેશ ફળદુ મારફત અદાલતમાં ફરીયાદ દાખલ કરી રજુઆત કરેલ કે રેકર્ડ પરની હકીકતો દસ્તાવેજો ોક્ષે લેતા ફરીયાદીનું તહોમતદાર પાસે ચેકની વિગતેનું કાયદેસરનું લેણું હોવાનું ફસ્ઇત થાય છે કેપ આરોપીએચેક આપી, તે પાસ થવા ન દઇ આોરીએ ધી નેગોશસીએબલ ઇઝસ્ટ્રુમેન્ટ એકટ હેઠળ ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે. જે રજુઆતો ધ્યાને લઇ આરોપીને અદાલતમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ. ઉપરોકત કામમાં ફરીયાદી મહેન્દ્રભાઇ મારડીયા વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભવનેશ શાહી, ૃણાલ શાહી, સંજય ઠુંમર, સહદેવ દુધાગરા, જયપારેડી, કૈલાશ જાની, હીરેન ડોબરીયા રોકાયેલ હતા.

(4:03 pm IST)