Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

બાબા રામદેવ દ્વારા યુવાઓ માટે સ્વરોજગાર- સ્વાવલંબન યોજનાઃ રાજકોટમાં ૨૩મીથી શિબિર

યુવા ભાઈ- બહેનો પગભર બની શકે તેવુ પતંજલિનું આયોજન : ૮ થી ૧૫ હજાર સુધીની રોજગારી મેળવી શકાશેઃ શૈક્ષણીક લાયકાત ૧૨ પાસ કે તેનાથી વધુ

રાજકોટ,તા.૧૮: ભારતસ્વાભિમાન ટ્રસ્ટના દક્ષિણ ગુજરાતના રાજય પ્રભારી લક્ષ્મણભાઈ પટેલની એક યાદી જણાવે છે કે દેશના યુવા ભાઈ- બહેનો માટે સ્વામી રામદેવજી મહારાજે પતંજલિના માધ્યમથી સ્વરોજગાર- સ્વાવલંબન યોજના શરૂ કરી છે. આ યુવાઓ ૮ હજારથી ૧૫ સુધીની રોજગારી મેળવી શકે તેવું આયોજન છે.

આ અંગેની વિશેષ વિગતોમાં જણાવાયુ છે કે ભાઈ- બહેનો આ યોજના હેઠળ સેલ્સમેનની કારકિર્દી બનાવ માંગતા હોય તેવા ૧૮ થી ૪૦ વર્ષની વયના જરૂરિયાતવાળા લોકોને જિલ્લાવાર તુર્તજ ૪૦ થી ૫૦ સેલ્સમેન તેમજ હોમડિલવરી, રેડ સ્કોટ વેચાણ માટે ૫૦ થી ૧૦૦ની સંખ્યામાં પતંજલિ સંસ્થાના નિયમ અનુસાર પસંદ કરવામાં આવશે. આ અંગેની શૈક્ષણિક લાયકાત ધો.૧૨ અને તેથી ઉપર ગ્રેજયુએટ- પોસ્ટ ગ્રેજયુએટ કોઈપણ શિક્ષણ મેળવેલ હોવું જરૂરી છે. આ ઉપરાંત પોતાનું વાહન અને ડ્રાયવીંગ લાયસન્સ જરૂરી છે. જે યુવાઓ દરરોજ સવારે નિયમિત એક કલાક યોગશિબિર લઈ શકે તેવા લોકોની પસંદગી થશે.

આવા યુવાનોની પસંદગી કરવા માટે દેશભરમાં તમામ જિલ્લાઓમાં એકી સાથે આગામી તા.૨૩ જૂન થી ૨૭ જૂન પાંચ દિવસની યુવા સ્વાવલંબી શિબિરનું આયોજન કર્યું છે. રાજકોટ જિલ્લાની શિબિર વિજયપ્લોટમાં આવેલ અવંતીભાઈ લોધા કોમ્યુનિટી હોલમાં તા.૨૩ના સવારે પાંચ વાગ્યાથી અલગ અલગ ત્રણથી ચાર સેશનમાં યોજાશે. શિબિરાર્થીએ આખો દિવસ હાજર રહેવાનું રહશે. આ શિબિરનું રજીસ્ટ્રેશન ફરજિયાત છે.

શિબિરમાં જોડાવા માંગતા ભાઈ- બહેનો પતંજલિ મેગા સ્ટોર, પંચાયનગર ચોક, યુનિવર્સિટી રોડ રાજકોટ ફોનનં.૦૨૮૧- ૨૫૭૦૪૮૦, (૨) પતંજલિ ચિકિત્સાલાય, બાલાજી હોલની સામે બેન્ક ઓફ બરોડાની બાજુમાં, ૧૫૦ફુટ રિંગ રોડ મો.૮૪૬૦૦ ૯૯૯૪૦, (૩) પતંજલિ ચિકિત્સાલય, ભકિતનગર સર્કલ પાસે ખાતેથી ફોર્મ મેળવી લેવા. આ ઉપરાંત નટવરસિંહ ચૌહાણ જિલ્લા પ્રભારી મો.૯૮૨૪૮ ૪૦૯૧૭, યોગગુરૂ કિશોરભાઈ પઢીયાર, પદ્માબેન રાચ્છ મો.૯૯૦૪૯ ૩૮૩૩૧, રણજિતસિંહ સીસોદીયા મો.૯૯૨૫૦ ૩૭૨૪૬, કૌશીકભાઈ ભટ્ટ, દીપક રાવલ અને હેમાંગભાઈ પુરોહિતનો સંપર્ક કરી માહિતી મેળવી શકાશે.

આયોજનમાં પ્રભુદાશભાઈ મણવર, નીતિનભાઈ કેશરિયા, હર્ષદભાઈ યાજ્ઞિક, જગદીશભાઈ ભાલારા, નિશાબેન ઠુંમર, કિશોરભાઈ રાઠોડ, ખોડુભા, મમતાબેન ગુપ્તા, જયોતિબેન પરમાર વિગેરે હોદેદારો, યોગશિક્ષક તથા કર્મઠ કાર્યકરો તથા પતંજલિ માર્કેટિંગ સ્ટંટાફ જહેમત જોડાયો છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)(૩૦.૧૧)

(4:01 pm IST)