Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

વાલ્મીકી વાડીમાં દક્ષાબેન વાઘેલાને મરવા માટે મજબુર કરનાર કાલાવડના રાજેશની ધરપકડ

પાંચ વર્ષથી પતિ રાજેશ મારમારી ત્રાસ આપતા મહિલાએ ઝેરી દવા પી લીધી'તી

રાજકોટ તા. ૧૮ : જામનગર રોડ પર વાલ્મીકી વાડીમાં રહેતી વાલ્મીકી મહિલાને તેનો પતિ મારમારી ત્રાસ આપતા મહિલાએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં મહિલાને મરવા માટે મજબુર કરનાર પતિની મહિલા પોલીસે ધરપકડ કરી હતી.

મળતી વિગત મુજબ ધોરાજી રેલ્વે સ્ટેશનની બાજુમાં વાલ્મીકી વાસમાં રહેતા મંગુબેન ચનાભાઇ સોલંકી (ઉ.૩ર)એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, પોતે ધોરાજી નગરપાલીકામમં સફાઇ કામ કરી ગુજરાન ચલાવે છે પતિ પચ્ચીસ વર્ષ પહેલા ગુજરી ગયેલ છે પોતાને પાંચ પુત્રી છે તેના લગ્ન થઇ ગયા છે.જેમાં પોતાની પુત્રી દક્ષાબેન ઉર્ફે હકુના તેર વર્ષ પહેલા કાલાવડ ગામે રતા મુળજીભાઇ વાઘેલાના દીકારા રાજેશ સાથે થયા હતા અને છેલ્લા નવ-દશ મહિનાથી બંને પતિ-પત્ની તેના દીકરા સાથે રાજકોટ વાલ્મીકી વાડી શેરીમાં પમાં ભાડેથી રહેવા માટે આવ્યા હતા.

પુત્રી દક્ષાબેન ઉર્ફે કડુબેનને છેલ્લા પાંચ વર્ષથી તેનો પતિ રાજેશ વાઘેલા મારઝુડ કરી માનસીક ત્રાસ આપતો હોવાની પુત્રી દક્ષાબેને વાત કરી હતી અને રાજેશ છેલ્લા પાંચ વર્ષથી પ્રુી દક્ષાબેનને મારમારી ત્રાસ આપતો હતો પોતાની દીકરીનું ધર ન ભાંગે જેના કારણે મેં તેને સમજાવેલ અને થોડુ સહન કરી લેવાનું કહેલ તેમ છતા જમાઇ રાજેશ મારી દીકરીને ખુબજ માનસીક અને શારીરીક ત્રાસ આપતો હતો. જેના કારણે દીકરી દક્ષાએ એક વર્ષ પહેલા તે તેના સાસરે કાલાવડ ગામે તેના ઘરે તેના પતિ રાજેશના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી ત્યારે તેને સારવાર મા૭ે રાજકોટ સીવીલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી ખબર પડતા પોતે દીકીરની ખબર કાઢવા માટે હોસ્પિટલે ગયા ત્યારે પતિ રાજેશને કોઇ અન્ય સ્ત્રી સાથે લફરૂ છે જેના કારણે મને અતિશય મારઝુડ કરી માનસિક અને શારીરીક ત્રાસ આપે છ.ે જે સહન  ન થતા પગલુ ભર્યુ હોવાનું તેણે જણાવ્યું હતું બાદ તેને સારૂ થઇ જતા છેલ્લા નવ મહિનાથી પતિ રાજેશ સાથે રાજકોટ રહેવા આવી હતી પરમ દિવસે મારી બીજા નંબરની દીકરી ગૌરી કે જે રાજકોટ અમરજીતનગરમાંં તેના પતિ સાથે રહે છે.તેનો  ફોન આવ્યો હતો અને તાકીદે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવોતેમ જણાવતા પોતે હોસ્પિટલે પહોંચ્યા હતા અને પુત્રી દક્ષાબેને કહેલ કે મારો ધણી રાજેશને બીજી છોકરી સાથે લફરૂ થઇ ગયેલ છે.  જેના કારણે મને અતિશય મારઝુડ કરી માનસીક અને શારીરીક ત્રાસ આપે છે. જે સહન ન થતા દવા પી લીધી હોવાનું જણાવ્યું હતું બાદતેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું આ બનાવમાં પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઇ બી.પી.વેગડા તથા એએસઆઇ પીયુષભાઇએ  મંગુબેનની ફરીયાદ પરથી જમાઇ રાજેશ વાઘેલા વિરૂધ્ધ ગુનો દાખલ કરી મહિલા પોલીસે રાજેશ વાઘેલાની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

(3:58 pm IST)