Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

પ્રદ્યુમન પાર્ક પાસે ખટારા સ્ટેન્ડમાં જુગાર રમતા ત્રણ શખ્સો પકડાયા

રાજકોટ તા. ૧૮ : પ્રદ્યુમન પાર્ક નજીક સત્યમ પાર્ક પાસે ખટારા સ્ટેન્ડમાં જુગાર રમતા ત્રણ શખ્સોને પકડી લીધા છે.

મળતી વિગત મુજબ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ત્થા જોઇન્ટ કમિશ્નર  ડી.એસ.ભટ્ટની સુચનાથી  આજીડેમ પોલીસ મથકના પી.આઇ પી.એન.વાઘેલા ના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. મહિપાલસિંહ ઝાલા , કનકસિંહ સોલંકી, પરેશભાઇ સાંગાણી સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે મહિપાલસિંહ અને કનકસિંહ ને મળેલી બાતમીના આધારે પ્રદ્યુમન પાર્ક નજીક સત્યમ પાર્ક  પાસે ખટારા સ્ટેન્ડમાં દરોડા પાડી જુગાર રમતા માજોઠીનગરના ભરત મનજીભાઇ મકવાણા (ઉ.વ.૩૭)અને દિલીપ અમરશીભાઇ ચાવડા (ઉ.વ.૩૬) અને હુડકો કવાટર્સના ધર્મેશ હરીભાઇ પરાલીયા (ઉ.વ.૪૦) ને રોકડ સહિતની રૂ. ૧૭,૩૦૦ની  રોકડ સહિતની મત્તા કબજે કરી કાર્યવાહી કરી હતી.

(3:57 pm IST)