Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

પૂ.ધીરગુરૂદેવના સાંનિધ્યે જૈનજયંતિ શાસનમ્- ડોમની ઉદ્ઘાટન વિધિઃ કાયમી છાશ કેન્દ્ર

રાજકોટઃ શ્રી હિંગવાલાકેન્દ્ર સ્થાનકવાસી જૈન મોટા સંઘ, ઘાટકોપર ખાતે પૂ.શ્રી ધીરજગુરૂદેવના ૨૦૧૨ના ચાર્તુમાસમાં રૂપાણી પરિવારે મહેશભાઈ મોહનલાલ રૂપાણીની સ્મૃતિમાં રૂ.૬૧ લાખનું માતબર દાન અર્પણ કરી જૈનજયંતિ શાસનમ્- ડોમ નામકરણનો લાભ લીધેલ. જેની ઉદ્ઘાટન વિધિ તા.૧૭ના રવિવારે વિજય મુર્હુર્ત્તે મહારાષ્ટ્રના કેબીનેટ મંત્રી પ્રકાશ મહેતા, નગર સેવિકા રાખી જાધવ, બિંદુ ત્રિવેદી, પૂર્વનગર સેવક પ્રવીણ છેડા. શિરસાટ તેમજ શશીકાંત બદાણી, સાહિત્યકાર પ્રવીણ સોલંકી, નયનાબહેન રૂપાણી વગેરેના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે લીંબડી અજરામર સંપ્રદાયના પૂ.વિમલચંદ્રજી મ.સા., પૂ.વિવેકચંદ્રજી મ.સા. તથા ગોંડલ, લીંબડી, ગોપાલ, મોટીપક્ષ, શ્રમણસંઘ વગેરે સંપ્રદાયના મહાસતીજી પધાર્યા હતા. સમર અમૃત છાસ યોજનાનો લાભ મહેન્દ્રભાઈ કાનજી મહેતા અને સહાયક દાતામાં કિર્તીભાઈ કોઠારી, મુકેશભાઈ કામદાર, મુકતાબેન મીઠાણી, વિનોદભાઈ લાખાણી, દર્શકભાઈ રૂપાણી વગેરે જોડાયા હતા. ધીરજ છેડાએ સંચાલન કરેલ.(૩૦.૭)

(3:56 pm IST)