Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

પૂ. પ્રમુખ સ્વામી મહારાજના ૬૮ માં વરણી દિને વિશ્વભરમાં યોજાઇ ઘર સભાઓ

રાજકોટ : ઘર સભા એ ખરા અર્થમાં સુખી પારિવારિક જીવન જીવવાની તેમજ કલેશ અને કંકાસ મુકત જીવન જીવવાની એક અનોખી જડીબુટ્ટી હોવાનો સંદેશો પ્રસરાવનાર પૂ. પ્રમુખ સ્વામી મહારાજના ૬૮ માં પ્રમુખ વરણી દિવસ નિમિતે ઠેરઠેર ઘર સભાનું આયોજન કરીને તેમને ભકિત અર્ધ્ય કરાઇ હતી. જેઠ સુદ ચોથ તા. ૧૭ જુનના પૂ. પ્રમુખ સ્વામી મહારાજને એમના ગુરૂ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે બી.એ.પી.એસ.ના પ્રમુખ તરીકે નિયુકત કરી ચાદર ઓઢાડી હતી. તેને ૬૮ વર્ષ પૂર્ણ થતા પૂ. મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને પ્રેરણાથી સમગ્ર વિશ્વમાં ભારત સહીત એશીયા, પેસીફીક, નોર્થ અમેરીકા, યુ.કે., યુરોપ, આફ્રીકા, મીડલ ઇસ્ટમાં વસતા બી.એ.પી.એસ.ના હરીભકતો દ્વારા સવારે ૧૦ થી ૧૧ ઘર સભા યોજવામાં આવી હતી. જેમાં ધૂન કિર્તન, સમુહગાન,  ગોષ્ઠી, રમત અને ગુરૂ ઋણ અદા કરવા સહીતનો ઉપક્રમ રખાયો હતો. રાજકોટના આંગણે યોજાયેલ ઘર સભાઓના દ્રશ્યો અહીં નજરે પડે છે. (૧૬.૬)

(3:58 pm IST)