Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

ઉમિયા માતાજીના જયજયકારથી રાજકોટના માર્ગો ગુંજી ઉઠયા : ઠેર ઠેર ઉમળકાભર્યુ સ્વાગત

પશુપતિનાથ મંદિરેથી પ્રસ્થાન અને કર્ણાવતી પાર્ટી પ્લોટમાં સમાપન : મહાઆરતી - ડાયરામાં હજારો પાટીદારોની ઉપસ્થિતી

રાજકોટ : કડવા પાટીદારોના કુળદેવી શ્રી ઉમિયા માતાજીની જન્મ જયંતિ નિમિતે ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શોભાયાત્રાનું રાજકોટના શ્રી કોલોનીના પશુપતિનાથ મંદિરેથી પ્રારંભ  સાંસદ મોહનભાઇ કુંડારીયા સહિતના આગેવાનોએ પ્રસ્થાન કરાવતા ભજન કિર્તનની રમઝટ સાથે મા ઉમાના જય ઘોસથી રૂટના માર્ગો ગુંજી ઉઠયા હતા. ૧૮ કિ.મી. રૂટ ફરીને બપોરે કાલાવડ રોડ પરના કર્ણાવતી પાર્ટી પ્લોટમાં મહાઆરતી સાથે સમાપન કરાયુ હતુ. પાટીદાર ઉદ્યોગપતિઓ જગદીશભાઇ કોટડીયા, ધીરૂભાઇ ડઢાણીયા, શિવલાલભાઇ આદ્રોજા સહીતના શ્રેષ્ઠીઓ, સંસ્થાના આગ્રણીઓ જોડાયા હતા. વહેલી સવારથી જ સાફામાં સજજ યુવાનો બુલેટ, બાઇક અને મહીલાઓ એકટીવા સાથે હજારોની સંખ્યામાં શોભાયાત્રામાં સામેલ થયા હતા. પશુપતિનાથ મંદિરેથી આરંભ કરી લક્ષ્મીનગર, આનંદબંગલા ચોક, સ્વામીનારાયણ ચોક, ગુરૂપ્રસાદ, ગોકુલધામ, દ્વારકાધીશ, જલજીત, ઉમિયાજી ચોક, મવડી ચોકડી, બાલાજી હોલ, નાનામૌવા સર્કલ, કે. કે. વી. ચોક, ઇન્દીરા સર્કલ, કોહીનુર એપા., રવિરત્ન પાર્ક, પટેલ કન્યા છાત્રાલય, ધોળકીયા સ્કુલ, સાધુ વાસવાણી રોડ, જનકપુરી મંદિર, યોગેશ્વર પાર્ક, આલાપ એવન્યુ, ચિત્રકુટ મહાદેવ, રાણી ટાવર, પરિમલ સ્કુલ, સત્ય સાંઇ હોસ્પિટલ, આલાપ હેરીટેઝ, પ્રદ્યુમનપાર્ક, આલાપ ટવીન ટાવર, અલય પાર્ક, સ્પીડવેલ પાર્ટી પલોટ, શ્યામલ સ્કાય લાઇફ, શ્યામેશ્વર મહાદેવ મંદિરે બપોરે કર્ણાવતી પાર્ટી પલોટમાં આરતી સાથે સમાપન થયેલ. મહીલાઓ દ્વારા ગરબે ઘુમીને માતાજીની આરાધના કરાઇ હતી. શોભાયાત્રાના રૂટમાં વિવિધ સ્થળોએ ઠંડા પીણા, સરબત, લસ્સી, જલ સેવાની સુવિધા ઉભી કરાઇ હતી. પાટીદાર સંસ્થાઓ ઉમિયા પદયાત્રીક ચેરીટેબલ ટ્રસ્ટ, ઉમિયા પરિવાર સંગઠન સમિતિ, ઉમિયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટ, કલબ યુવી  સહીતની સંસ્થાઓ દ્વારા બેટી બચાવો, વ્યસન મુકિત, પર્યાવરણ, જળ એજ જીવન, વિવિધ સંદેશ આપતા આકર્ષક ફલોટ રજુ કરાયા હતા. ઇન્દીરા સર્કલ ખાતે શહેર ભાજપ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરાયુ હતુ. પ્રદેશ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, શહેર પ્રમુખ કમલેશભાઇ મીરાણી, મેયર બીનાબેન આચાર્ય, અંજલીબેન રૂપાણી સહિતના ભાજપના સંઠનના પદાધિકારીઓ, કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. સ્પીડવેલ પાર્ટી પલોટ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા શોભાયાત્રાનું જાજરમાન સ્વાગત કરાયુ હતુ. મા ઉમીયા રથના સારથી બનાવાનું સૌભાગ્ય પાટીદાર સમાજના શ્રેષ્ઠી મૌલેશભાઇ ઉકાણી, નાથાભાઇ કાલરીયા સહીતના અગ્રણીઓએ મેળવ્યુ હતુ. સ્વામિનારાયણ ચોક, ગોકુલધામ, ઉમિયા ચોક, રવિરત્ન પાર્ક, અજંતા પાર્ક, યોગેશ્વર પાર્ક, પુષ્કરધામ ચોક, ચિત્રકુટધામ સોસાયટી, અંબીકા ટાઉનશીપમાં શોભાયાત્રા દરમિયાન હૈયે હૈયુ દળાય તેવુ માનવ મહેરામણ ઉમટયુ હતુ. સમાપન સમયે કર્ણાવતી પાર્ટી પ્લોટ, કાલાવડ રોડ ખાતે હજારો પાટીદારોની ઉપસ્થિતીમાં મા ઉમિયાની મહાઆરતી ઉતારવામાં આવી હતી. બાદમાં મહાનગરપાલિકામાં નવ નિયુકત મેયર બીનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિનભાઇ મોલીયા, સ્ટેન્ડીંગ ચેરમેન ઉદયભાઇ કાનગડ, શાસક પક્ષના નેતા દલસુખભાઇ જાગાણી, દંડક અજયભાઇ પરમાર, સ્ટેન્ડીંગ કમીટીમાં યશસ્વી કામગીરી કરનાર પુષ્કરભાઇ પટેલ, સેનેટરી કમીટીના ચેરમેન અશ્વિનભા ભોરણીયા, ગાર્ડન સમિતિના ચેરમેન વિજયાબેન વાછાણીનું સંસ્થા દ્વારા બહુમાન કરાયુ હતુ. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ઉપસ્થિત ઉમિયા માતાજી મંદિર સિદસરના ઉપપ્રમુખ જેરામભાઇ વાંસજાળીયાએ જણાવેલ કે શોભાયાત્રા સહીતના પ્રસંગો પાટીદાર સંગઠન અને એકતાને મજબુત બનાવવાના માધ્યમ છે. યુવાનોએ સંગઠનની પાંખ મજબુત બનાવી છે. આ પ્રસંગે મૌલેશભાઇ ઉકાણીએ પણ પ્રાસંગીક પ્રવચન કરેલ. ઉદ્દઘાટક તરીકે રાજય બિન અનામત આયોગના ચેરમેન બાબુભાઇ ઘોડાસરા, અતિથિ વિશેષ તરીકે પૂર્વ મંત્રી ચીમનભાઇ શાપરીયા, વલ્લભભાઇ વડાલીયા, અરવિંદભાઇ કણસાગરા, નંદલાલભાઇ માંડવીયા, નાથાભાઇ કાલરીયા, શીવલાલભાઇ આદ્રોજા, ઉમિયા માતાજી મંદિરના મંત્રી  જયેશભાઇ પટેલ, જેન્તીભાઇ કાલરીયા, કાંતિભાઇ માકડીયા, વસંતભાઇ ભાલોડીયા, ધીરૂભાઇ ડઢાણીયા, કે. બી. વાછાણી, મહેન્દ્રભાઇ પાડલીયા, આર. સી. પટેલ, અશોકભાઇ દલસાણીયા, વિજયભાઇ ભટ્રાસણા, રાજનભાઇ વડાલીયા ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન સંસ્થાના વિનુભાઇ મણવરે અને આભારવિધિ ટ્રસ્ટી ધર્મેન્દ્રભાઇ ઉકાણીએ કરી હતી. સમગ્ર સંચાલન સી.એન. જાવીયા તથા પિન્ટુ ટીલવાએ કરેલ. સંસ્થા દ્વારા આ તકે રકતદાન શીબીર યોજવામાં આવતા ૩૦૦ બોટલ રકતદાન થયુ હતુ. સાથો સાથ લોકડયારાનું પણ આયોજન કરાયેલ. જેમાં રાજભા ગઢવી સહીતના કલાકારોએ મા ઉમાના ગુણગાન ગાઇ પાટીદારોની ખમીરતાની વાતોથી વાતાવરણને વીરરસથી રસતરબોળ કરી દીધુ હતુ. ઉમયા પદયાત્રિક પરિવાર ચેરટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિનુભાઇ મણવર, ઉપપ્રમુખ અતુલભાઇ ભુત, ખજાનચી ભૂપતભાઇ જીવાણી, મંત્રી ધર્મેન્દ્ર ઉકાણી, સહમંત્રી જેન્તીભાઇ ભાલોડીયા, ટ્રસ્ટી કાન્તીભાઇ કનેરીયા, રાજેશભાઇ ત્રાંબડીયા, સંસ્થાના કારોબારી પ્રમુખ પ્રફુલભાઇ દેત્રોજા, ઉપપ્રુમખ અશ્વિનભાઇ બરોચિયા, મંત્રી ભરતભાઇ દેત્રોજા, પ્રવિણભાઇ સંતોકી, પ્રવિણભાઇ કગથરા, નિલેશભાઇ હીંશુ, દિપકભાઇ ભુત, ફાર્નાન્ડીઝ પાડલીયા, અર્જુન બરોચિયા, મયુરભાઇ ડેડકીયા, અશ્વિનભાઇ ભાલોડીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી. કલબ યુવીના એમ.ડી. મહેન્દ્રભાઇ ફળદુ, ઉમિયા પરિવાર સંગઠન સમિતિના કન્વીનર કાંતિભાઇ ઘેટીયા, મહામંત્રી પ્રફુલભાઇ કાથરોટીયાના માર્ગદર્શન હેઠળ સંસ્થાના કાર્યકરોએ વિવિધ જવાબદારી સંભાળી હતી. શોભાયાત્રા માટે ટ્રાફીક સલામતી, ફલોટ સમીતી, કીર્તન મંડળ, દર્શન સમીતીની રચના કરી કાર્યની વહેચણી કરી દેવાઇ હતી. તેમ મીડીયા ઇન્ચાર્જ રજનીભાઇ ગોલ (મો.૯૮૨૫૧ ૧૦૧૨૧) ની યાદીમાં જણાવાયુ છે. (૧૬.૫)

(3:53 pm IST)
  • ભારતીય જનતા પાર્ટીના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નક્સલી ગણાવ્યા છે. તેમને જણાવ્યું કે અરવિંદ કેજરીવાલ નક્સલી છે આવી પરિસ્થિતિમાં આખરે કેમ મમતા બેનર્જી, એચડી કુમારસ્વામી, ચંદ્રબાબુ નાયડુ અને પિનારાઈ વિજયને તેમની સમર્થન કરવું જોઈએ. સ્વામી ઘ્વારા જણાવવામાં આવ્યું કે કેજરીવાલ પાસે કઈ જ નથી. access_time 9:03 pm IST

  • સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન બાદ મનીષ સિસોદીયાની પણ તબીયત લથડી :હોસ્પિટલમાં દાખલ : છેલ્લા અઠવાડિયાથી એલજી અનિલ બૈજલ પાસે પોતાની વિવિધ માંગોને લઈને રાજનિવાસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સાથે ધરણા પર બેઠેલા રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની તબિયત ખરાબ થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા બાદમાં મળતા અહેવાલ મુજબ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાની પણ તબિયત લથડતા તેઓને હોસ્પિટલમાં દાખલ કરાયા છે access_time 8:57 pm IST

  • રાજસ્થાનના અન્ના સાગર તળાવમાં ૨ યુવક ડૂબ્યા : બંને યુવકો અમદાવાદના હતા access_time 6:01 pm IST