Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

નારાજ ચેરમેનોને બેસાડવામાં પ્રમુખને પરસેવો વળી ગયો !!

અંતે રૂપાબેન અને દેવરાજભાઇએ ચાર્જ સંભાળી લીધો : મીરાણી - ભારદ્વાજ ડેમેજ કન્ટ્રોલર

રાજકોટ, તા., ૧૮ : મ્યુ. કોર્પોરેશનમાં આજે વિવિધ ૧૫ સમિતિઓના ચેરમેનોએ ચાર્જ સંભાળ્યો ત્યારે ચેરમેનોને બેસાડવામાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીને પરસેવો વળી ગયો હતો. આ બાબતનો સ્વીકાર ખુદ પ્રમુખશ્રીએ હળવા મુડમાં કર્યો હતો.

નોંધનિય છે કે, શનિવારે જનરલ બોર્ડમાં મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂંક બાદ રૂપાબેન શીલુ તથા દેવરાજભાઇ મકવાણા (બાબુભાઇ) અને દુર્ગાબા જાડેજા વગેરેએ ભારે નારાજગી દર્શાવી હતી.  દરમિયાન ભાજપના પ્રદેશ અગ્રણી નિતીનભાઇ ભારદ્વાજે તથા પ્રમુખ કમલેશ મીરાણીએ આ નારાજ થયેલ કોર્પોરેટરોને મનાવી અને ચાર્જ સંભાળાવ્યો હતો.

(3:45 pm IST)