Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

કાર્પેટ વેરાના ધાંધિયા નિવારવાનાં એકશન પ્લાન માટે સાંજે તાકિદની બેઠક બોલાવતા સ્ટેન્ડીંગ ચેરમેન

વોર્ડ ઓફિસે કરદાતાઓને ધક્કા ન થાય તે માટે તાત્કાલીક વેરા બીલ પહોંચાડવા - વાંધા અરજીના નિકાલ માટે સ્થળ તપાસ - માપણીની કાર્યવાહી ઝડપી બનાવવા આયોજન થશેઃ ઉદય કાનગડ

રાજકોટ, તા., ૧૮: મ્યુ. કોર્પોરેશન દ્વારા અમલી બનાવાયેલ કારપેટ વેરા પધ્ધતીમાં જબરા ધાંધીયા સર્જાયા છે. જેના કારણે કરદાતાઓને ભારે મુશ્કેલીઓ થઇ રહી છે. આ મુશ્કેલી નિવારવા નવનિયુકત સ્ટેન્ડીંગ કેરમેન ઉદયભાઇ કાનગડે બીડુ ઝડપ્યું છે અને કારપેટ વેરાના ધાંધીયા નિવારવા માટે ખાસ એકશન પ્લાન બનાવવા આજે સાંજે કરવેરા વિભાગના મખ્ય અધિકારીઓ સાથે તાકીદની બેઠકનું આયોજન કર્યુ છે.

આ અંગે ઉદય કાનગડે વિસ્તૃત માહીતી આપતા જજ્ઞાવ્યું હતું કે, કારપેટ વેરા સંદર્ભે કરદાતાઓને વોર્ડ ઓફીસમાં વેરો ભરવા માં ધરમ ધક્રકા થઇ રહયાની ફિઁરયાદો ઉઠી છે. ઉપરાંત લાખો લોકોને હજુ નવા વેરા ેબીલ મળ્યા નથી.હજારો વાંધા અરજીઓ પેન્ડીંગ છે. ત્યારે આ સમસ્યાઓ ઉકેલવા વાંધા અરજીના નિકાલ માટે સ્થળ તપાસ અને આકરણી માટે માપણી સહિતની કામગીરી ઝડપી બનાવવા આયોજન થશે.

આ બેઠકમાં વેરા વિભાગ સંભાળતા  ડે. કમિશ્નર શ્રી જાડેજા તથા આસી. કમિશ્નર  શ્રી કગથરા, શ્રી ધડુક અને વાસંતીબેન પ્રજાપતી સહીતના અધિકારીઓ ઉપસ્થિત રહી અને કાર્પેટ વેરાની કામગીરીમાં ધાંધીયા નિવારવા આયોજન કરશે. (૪.૧૩)

(3:45 pm IST)