Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

પરિણીતાને ચડત ખોરાકી નહિ ચુકવતા પતિ ઉપર નોટીસ કાઢતી ફેમીલી કોર્ટ

રાજકોટ તા.૧૮: રાજકોટ માવતરે કિશાનપરામાં રહેતા શીલ્પાબેન રાઠોડે પોતાના પીત વિજયભાઇ દેવાભાઇ રાઠોડ સામે ચડત ખોરાકીની રકમ રૂ. ૧,૬૦,૦૦૦/- ન ચુકવતા ફેમીલી કોર્ટમાં અરજદારે ચડત ખોરાકીની રકમ મેળવવા અરજી કરતા ફેમીલી કોર્ટે સામાવાળાને નોટીસ કાઢવા હુકમ કરેલ હતો.

આ કેસની વિગત એવી છે કે આ કામના ફરીયાદીના લગ્ન સામાવાળા વિજય દેવાભાઇ રાઠોડ સાથે ૧૫ વર્ષ પહેલા થયેલા લગ્ન જીવન દરમ્યાન એક પુત્ર જેનીશ થયેલ. જેનીશ હાલ અભ્યાસ કરે છે. લગ્નબાદ કરીયાવર ઓછો લાવી છે મા-બાપની ચડામણીમાં આવી ફરીયાદીને મારકુટ કરી ઘરમાંથી કાઢી મુકેલ. અરજદારે ફેમીલી કોર્ટમાં ભરણપોષણની અરજી કરેલ જે કેસ ચાલી જતા માસીક રૂ. ૧૦,૦૦૦/- ચુકવવા પતિને હુકમ કરેલ હતો.

આ કામમાં સામાવાળા પતિને ભરણપોષણના હુકમની જાણ થયેલ હોવા છતાં ચડત ખોરાકીની રકમ રૂ. ૧,૬૦,૦૦૦/- ન ચુકવતા અને અરજદારે ચડત ખોરાકી મેળવવા અરજી કરતા જે અરજીના અનુસંધાને કોર્ટ સમક્ષ મુળ હુકમની નકલ જોડી રજુઆત કરેલ કે અરજદાર નિઃસહાયમાં જીવન ગુજારે છે. પુત્ર અભ્યાસ કરે છે. અરજદારને આવકનું સાધન ન હોય સામાવાળા પર કોઇ જવાબદારી નથી અરજદારની પરિસ્થિતિ નબળી છે અરજદારને તાત્કાલીક રૂ. ૧,૬૦,૦૦૦/- રકમ ચુકવવા અરજી કરેલ. અદાલતે રજુઆતને ધ્યાને લઇ સામાવાળાને તા. ૫/૦૭/૨૦૧૮ સુધીમાં અરજીનો જવાબ આપવા અને હાજર રહેવા હુકમ ફરમાવેલ છે.

આ કેસમાં અરજદાર તરફે એડવોકેટ શ્રી રોહિતભાઇ બી. ધીયા, ચેતન આર. ચભાડીયા રોકાયેલ હતા તથા મદદગારીમાં આર.બી. સોરીયા રોકાયેલ હતા.

(3:44 pm IST)