Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

ગાયકવાડીમાં નશાખોરે હરસુખને નાક પર શેરડીનો સાંઠો ફટકાર્યો

શાસ્ત્રી મેદાન પાસે બીજા દારૂડીયાએ બચુજીને બેટથી માર માર્યો

રાજકોટ તા. ૧૮: ગાયકવાડી-૭ના ખુણે રહેતાં અને ઘર નજીક ફરસાણની લારી રાખી ધંધો કરતાં હરસુખ રામજીભાઇ મકવાણા (ઉ.૩૦) નામના દેવીપૂજક યુવાનને તે સાંજે પોતાની લારીએ હતો ત્યારે અજાણ્યા દારૂડીયા શખ્સે કારણ વગર ઝઘડો કરી નાક પર શેરડીનો સાંઠો ફટકારી દેતાં લોહીલુહાણ થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

બીજા બનાવમાં રૈયાધાર દ્વારકેશ પાર્ક પાસે રહેતો બચુજી જીવાજી ભાટી (ઉ.૨૪) શાસ્ત્રી મેદાનની ફૂટપાથ પર બેટ વેંચવા વાળા બેસે છે ત્યાં પાણી ભરવા જતાં અજાણ્યા નશાખોરે પાણી ભરવાની ના પાડી બેટ મારી લેતાં સારવાર માટે દાખલ થતાં એ-ડિવીઝન પોલીસને જાણ કરાઇ હતી.

પત્નિ સાથે ચડભડ થતાં જયદિપે ઝેર પીધું

રામનાથપરા કુ઼ભારવાડામાં રહેતાં અને પ્લમ્બીંગનું કામ કરતાં જયદિપ ઘનશ્યામભાઇ વાઘેલા (ઉ.૨૪) નામના યુવાનને પત્નિ સાથે ચડભડ થતાં ઘરેથી નીકળી જઇ અમીન માર્ગના ચબુતરા પાસે ઝેર પી લેતાં સારવાર માટે ખસેડાયો હતો. બનાવ અંગે માલવીયાનગર પોલીસને જાણ કરાઇ હતી. 

(12:50 pm IST)