Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે કાલે અલ્પાબેન ફોર્મ ભરશે

બાવળિયા-ખાટરિયા જુથના ર૪ સભ્યો સહેલગાહેઃ ઉપપ્રમુખ તરીકે સુભાષભાઇ માંકડિયા અથવા નાનુભાઇ ડોડિયા

રાજકોટ તા. ૧૮ : જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે  કોંગ્રેસના બહુમતી સભ્યોની ઇચ્છા મુજબ શ્રીમતી અલ્પાબેન અર્જુનભાઇ ખાટરિયાની પસંદગી થતાં તેઓ આવતીકાલે બપોરે ૧ર વાગ્યે જિલ્લા પંચાયત કચેરી ખાતે ફોર્મ ભરનાર છે. ઉપપ્રમુખ પદ માટે હજુ નામ જાહેર થયુ નથી પરંતુ સુપેડી (ધોરાજી)ના સુભાષભાઇ માંકડિયા અથવા રાજકોટ તાલુકાના નાનુભાઇ ડોડિયાને મળે તેવી શકયતા છે જો ઉપપ્રમુખ પદ પાટીદારને અપાય તો કારોબારી સમિતિ જસદણ પંથકના કોઇ કોળી સભ્યને અપાશે.

અર્જુન ખાટરિયા પોતાની સાથે ર૪ સભ્યોને લઇને ગિર તરફ સહેલગાહે ઉપડી ગયા છે. ભાજપ દ્વારા સભ્યોની તોડફોડની સંંભાવનાને અનુલક્ષીને પૂર્વ સાવચેતી માટે તેમણે સભ્યોને અજ્ઞાતવાસમાં મોકલી દીધા છે. ખાટરિયા જુથ અને બાવળિયા જુથના સભ્યો સાથે જ છે, કાલે ફોર્મ ભરી દીધા બાદ તા.ર૦મીએ તમામ સભ્યોને સીધા સામાન્ય સભામાં (૧૧ વાગ્યે) લઇ આવવામાં આવશે. ભાજપના પ્રયત્નોને ધારી સફળતા મળી નથી. છતા કોંગ્રેસ કોઇ જોખમ લેવા માંગણી નથી. (૬.૧૪)

(11:41 am IST)