Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

નાના મવા રોડના ભીમનગરમાં ભારતી સોલંકીએ ફાંસો ખાધો

બહેન જોઇ જતાં જીવ બચી ગયોઃ કારણ અકળ

રાજકોટ તા. ૧૮: નાના મવા રોડ પર આવેલા ભીમનગર-૮માં રહેતી ભારતી દેવશીભાઇ સોલંકી (ઉ.૨૨) નામની યુવતિએ ઘરે પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં તેની બહેન રવીના જોઇ જતાં નીચે ઉતારી લઇ હોસ્‍પિટલમાં ખસેડતાં જીવ બચી ગયો હતો. બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી.

ભારતી બે ભાઇ અને બે બહેનમાં નાની છે અને કારખાનામાં કોમ્‍પ્‍યુટર ઓપરેટર તરીકે નોકરી કરે છે. તેણે આ પગલુ શા માટે ભર્યુ? તે અંગે સ્‍વજનો અજાણ છે. ભાનમાં આવ્‍યા બાદ પોલીસ નિવેદન નોંધશે.

(4:12 pm IST)