Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

ક્રિકેટ સટ્ટામાં મૂળ સુધી પહોંચવા ક્રાઇમ બ્રાંચના પ્રયાસો : ‘‘કરણ અમરેલી''ની નિચલી લીંકના બે બુકી ઝડપાયા

૧૦ મી એપ્રિલે વિરાણી અઘાટના કારખાના પાસેથી પ્રતિક ટોપીયા અને હાર્દિક તારપરાને ઝડપી લેવાયા બાદ મહેશ આસોદરીયા અને અજય મીઠીયા ઝડપાયો‘તો : હવે દમણથી બુકી માટે ઉર્ફે મેન્‍દુ અને મહેશ ભકતાણી ઝડપાયા : બન્ને રાજકોટનાં : હવે હિમાંશુ પટેલ (મુંબઇ) અને ‘કરણ અમરેલી'ની શોધખોળ

રાજકોટ, તા. ૧૮ : શહેરના અલગ-અલગ વિસ્‍તારમાં ચાલતા ક્રિકેટના સટ્ટામાં મુળ સુધી પહોંચવા માટે ક્રાઇમ બ્રાંચની ટીમે તપાસનો ધમધમાટ યથાવત રાખ્‍યો છે. ક્રાઇમ બ્રાંચે ૧૦ એપ્રિલે વિરાણી અઘાટના કારખાના પાસેથી ક્રિકેટનો સટ્ટો રમતા બે શખ્‍સોને પકડયા બાદ તપાસ દરમ્‍યાન અગાઉ ચાર શખ્‍સોને પકડી લીધા હતા. આ કેસમાં ક્રાઇમ બ્રાંચે વધુ બે શખ્‍સોને દમણથી ઝડપી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેરના જુદા જુદા વિસ્‍તારમાં મીલ્‍કત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા માટે તથા દારૂ અને જુગારના કેશો શોધી કાઢવા માટે ઇન્‍ચાર્જ પોલીસ કમિશનર શ્રી ખુરશીદ અહેમદ, ક્રાઇમ બ્રાંચના ડી.સી.પી. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ડી.વી. બસીયાએ સૂચના આપતા આ અનુસંધાને ક્રાઇમ બ્રાંચના પી.આઇ. જે.વી. ધોળા તથા વાય.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ અગાઉ તા. ૧૦/૪ ના રોજ વિરાણી અઘાટ પ્‍લોટ નં. ર૩ બાલાજી એન્‍ટરપ્રાઇઝ નામના કારખાના પાસેથી કારખાનેદાર સહિત બે શખ્‍સોને ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા પકડી લીધા હતા. આ કેસમાં ક્રાઇમબ્રાંચે સટ્ટોડીયાઓને ઝડપી લેવા મુળ સુધી પહોંચવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં ક્રાઇમ બ્રાંચે ચંપકનગરનાો કારખાનેદાર પ્રતિક દિનેશભાઇ ટોપીયા અને હાર્દિક જીતેન્‍દ્રભાઇ તારપરા (રહે. કુવાડવા રોડ એલ.પી. પાર્ક) ને પકડી લીધા બાદ બંનેની પૂછપરછમાં વધુ બે ના નામ ખુલતા સહકાર સોસાયટી શેરી નં. ૮ના મહેશ પ્રાગજીભાઇ આસોદરીયા અને અક્ષર માર્ગ આશ્રય એપાર્ટમેન્‍ટમાં રહેતા અજય નટવરલાલ મીઠીયાને ઝડપી લીધા બાદ બંનેની પુછપરછ દરમ્‍યાન આઇડી આપનાર બુકી મહેન્‍દ્ર ઉર્ફે મેંદુ અને મનીષના નામ ખુલ્‍યા હતા.

દરમ્‍યાન આ બંને શખ્‍સો દમણ તરફ હોવાની ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઇ. બલભદ્રસિંહ જાડેજા હેડ કોન્‍સ મહિપાલસિંહ ઝાલા, કનકસિંહ સોલંકી કોન્‍સ ચેતનસિંહ ગોહિલને બાતમી મળતા બુકી મહેન્‍દ્ર ઉર્ફે મેંદુ મંગારામભાઇ થાવરાણી (ઉ.વ.૪૭) (રહે. એરપોર્ટ રોડ બેંક ઓફ બરોડા સોસાયટી કોપર કલાસીક સામે) અને મુળ જુનાગઢ ચોરવાડ હાલ પરસાણનગર મેઇન રોડ શેરી નં. ૧ ના મનીષ વિષ્‍પુભાઇ ભકતાણી (ઉ.વ.૩પ)ને દમણથી પકડી લીધી હતા. બંનેની પુછપરછમાં તમામને આઇ.ડી. આપનાર મુખ્‍ય બુકી રાજકોટનો કરણ ઉર્ફે કરણ અમરેલી અને મુંબઇનો હિમાંશુ પટેલના નામ ખુલતા બંનેની શોધખોળ આદરી છે. ક્રાઇમ બ્રાંચની ટીમે આ કેસમાં અત્‍યાર સુધી છ શખ્‍સોની ધરપકડ કરી છે. તપાસ યથાવત રાખી છે. આ કામગીરી પીઆઇ. જે.વી. ધોળાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. બી.જે. જાડેજા, હેડ કોન્‍સ. મહિપાલસિંહ ઝાલા, કનકસિંહ સોલંકી અને કોન્‍સ ચેતનસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી હતી.

(2:46 pm IST)