Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

૯ વર્ષની બાળકીના નાકમાં ૩ાા વર્ષથી ફસાયેલ ક્રેયોનના બે ટુકડા ગણતરીની મિનીટોમાં જ કાઢી આપતા ડો.હિમાંશુ ઠકકર

તબીબી જગતનો અનોખો કિસ્‍સો

રાજકોટઃ શહેરના વિદ્યાનગર રોડ પર આવેલી ડો. હિમાંશુ ઠકકરની હોસ્‍પિટલ ખાતે એક અનોખો કિસ્‍સો નોંધાયો જેમાં અરિફા રહીમભાઈ સૈયદ ઉમર ૯ વર્ષ  રાજકોટના રહેવાસી છે. દર્દીના માતા શબાના બેનના જણાવ્‍યા મુજબ તેમની દીકરી છેલ્લા સાડા ત્રણવર્ષથી ખુબજ હેરાન પરેશાન થઈ ગઈ હતી કેમકે તેના જમણી બાજુના નાકમાંથી રસી લોહી અને દુર્ગંધ મારતું પ્રવાહી નીકળતું હતું હવે તેઓએ અનેક જગ્‍યા એ દવાઓ કરવી એકસ-રે કરાવ્‍યા પરંતુ કોઇજ ફરકના પડતા તેઓ આરિફાને ડો. હિમાંશુ ઠકકરની હોસ્‍પિટલ ખાતે સારવાર માટે લઇ આવ્‍યા જયાં ડો. હિમાંશુ ઠકકર દ્વારા દૂરબીન વડે તપાસ કરતા માલુમ પડ્‍યું હતું કે તેની જમણી બાજુ નાકમાં કંઇક ઊંડે ફસાયેલ છ.ે ત્‍યાર બાદ તાત્‍કાલિક ધોરણે સારવાર શરૂ થઇ હતી અને બાળકીને ઓપરેશન થિયેટરમાં લઇ દૂરબીન વડે નાકમાં ફસાયેલ વસ્‍તુ ગણત્રીની મિનિટો માજ કાઢી આપી હતી અને તપાસ કરતા માલુમ થયું કે તે વસ્‍તુ ક્રેયોન એટલે કે મીણીયા કલરના બે ટુકડા હતા કે જે સાડા ત્રણ વર્ષથી નાકમાં ફસાયેલ હતા અને તેના લીધે જ વારંવાર આરીફાને ઇન્‍ફેક્‍શન થતું હતું અને કોઈ દવાની અસર થતી ન હતી.

આ કેસની વિકટ પરિસ્‍થિતિએ હતી કે નાની ઉંમર નાકનું કાણું ખુબજ નાનું અને સાંકડું અને તે કલરના ટુકડા જે સાડા ત્રણ વર્ષથી નાકમાં ફસાયેલ હતા તે નાકની અંદરની ચામડી સાથે ચોંટી ગયા હતા આવા વિકટ સંજોગોમાં ડો. હિમાંશુ ઠકકર દ્વારા ખુબજ કુનેહપૂર્વક દૂરબીનથી આ ફોરેન બોડી ગણત્રીની મિનિટોમાં જ કોઈ પણ જાતની તકલીફ વગર દૂરબીન વડે કાઢી આપી બાળકીને યાતના મૂકત કરી હતી અને આરીફાંના માતા પિતાએ ડો.ઠકકરનો આભાર માન્‍યો હતો.

કદાચ મેડિકલ ફિલ્‍ડનો આ એક ખુબજ અનોખો અને એક માત્ર કિસ્‍સો હોઈ શકે છે કે જેમાં કોઈ વસ્‍તુ આટલા નાના બાળકના નાકમાં એટલો લાંબો સમય સુધી રહી આ કેસના અન્‍ય વિકટ સંજોગોએ હતા કે દૂરબીનથી કાઢતી વખતે જો તે કલરના ટુકડા નાકમાં પાછળ જ તા રહે અને શ્વાસનળીમાં ફસાઈ જાય તો ગંભીર પરિસ્‍થિતિ સર્જાય પરંતુ આવા અનેક ઓપરેશન સફળતા પૂર્વક પાર પાડવામાં માહિર એવા ડો. હિમાંશુ ઠકકરે આરિફાં કે જે છેલ્લા સાડા ત્રણ વર્ષથી હેરાન થતી હતી તેને યાતના મૂકત કરી. આ હોસ્‍પિટલ ખાતે દાંત તથા કાન નાક ગળાના તમામ રોગોનું અત્‍યાધુનિક સાધનો દ્વારા નિદાન અને સારવારની તમામ સુવિધાઓ ઉપલબ્‍ધ છે.

સરનામું ડો. ઠકકર હોસ્‍પિટલ, ૨૦૨ -લાઇફ લાઈન બિલ્‍ડીંગ, વિદ્યાનગર મેઈન રોડ, રાજકોટ. ૦૨૮૧ - ૨૪૮૩૪૩૪

(1:16 pm IST)