Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

ભાવનગર પંથકના ધીરૂએ રાજકોટમાં ૧૬ વર્ષની બાળાને હવસનો શિકાર બનાવી

બે વખત છેડતી કરી એ પછી દૂષ્‍કર્મ આચર્યુઃ મહિલા પોલીસે ગુનો નોંધી હવસખોર ૫૫ વર્ષના ઢગાને સકંજામાં લીધો

રાજકોટ તા. ૧૮: ભાવનગરના પંથકના ધીરૂ (ઉ.વ.૫૫) નામના ઢગાએ રાજકોટમાં પોતાના જ સગાની ૧૬ વર્ષની દિકરી બે વખત છેડતી કરી તેમજ એ વખત દૂષ્‍કર્મ આચરી લઇ મારી નાખવાની ધમકી આપતાં મહિલા પોલીસની ટીમે ગુનો નોંધી આરોપીને સકંજામાં લેવા તજવીજ કરી છે.

બનાવ અંગે પોલીસે ભોગ બનનાર ધોરણ ૧૦માં અભ્‍યાસ રતી ૧૬ વર્ષની બાળાના માતાની ફરિયાદને આધારે ધીરૂ વેગડ વિરૂધ્‍ધ આઇપીસી૩૭૬ (૨) એફ, ૩૭૬ (૨) આઇ, ૩૫૪-ક, ૫૦૬ (૨) અને પોક્‍સોની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને અટકાયતમાં લેવા કાર્યવાહી કરી છે.

ફરિયાદી મહિલાએ પોલીસને જણાવ્‍યું છે કે ભાવનગર પંથકમાં રહેતો ધીરૂ અમારા સગામાં થાય છે. તે ત્રણેક મહિના પહેલા તેની પત્‍નિનું મોતીયાનું ઓપરેશન કરાવવા રાજકોટ આવ્‍યો હતો.  તે વખતે તે અમારાી ઘરે રોકાયો હતો. હું તથા મારા પતિ કામે ગયા હોઇ સોળ વર્ષની દિકરી ઘરે એકલી હતી. તે ધીરૂને ચા પાણી આપવા આવતાં તેણે તેની સાથે અડપલા કરી છેડતી કરી લીધી હતી. આ રીતે તેણે બે વખત છેડછાડ કરી હતી. તેમજ કોઇને વાત કરી તો મારી નાંખશે તેવી ધમકી આપી હતી. ધોરણ દસની પરિક્ષા આવતી હોઇ ગભરાયેલી બાળાએ કોઇને વાત કરી નહોતી. એ પછી એક વખત ધીરૂએ બળજબરી આચરી અમારી દિકરી સાથે દૂષ્‍કર્મ આચરી લીધુ હતું. હવે તેણીએ અમને ઘરમાં જાણ કરતાં અમે ફરિયાદ કરી હતી.  પીઆઇ કે. જે. મકવાણા અને ટીમે ગુનો નોંધી હવસખોર ધીરૂને સકંજામાં લેવા કાર્યવાહી કરી હતી. 

(11:43 am IST)