Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

વાવાઝોડાને પહોંચી વળવા ભાજપ ખડેપગે : ૨૪ કલાક કંટ્રોલરૂમ ધમધમ્યો

ફૂડ પેકેટ, પાણીની બોટલ, દવાઓ સહીતની સામગ્રી સાથે સજ્જ : કમલેશ મિરાણી, ધનસુખ ભંડેરી, નિતિન ભારદ્વાજ, ઉદય કાનગડ, પ્રદિપ ડવ, પુષ્કર પટેલ, અરવિંદ રૈયાણી સહીતના અગ્રણીઓ રાતે તમામ વોર્ડમાં રાઉન્ડ ધ કલોક રહ્યા

રાજકોટ,તા. ૧૮: શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ તથા નરેન્દ્રસિંહ ઠાકુરની એક સંયુકત અખબારી યાદીમાં જણાવાયું છે કે હાલમાં ગુજરાતમાં ચાલી રહેલ ભયંકર વાવાઝોડાની પરિસ્થિતીને પહોંચી વળવા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતભરમાં તંત્રની સાથે કદમ મિલાવી ભાજપના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ લોકોને મદદરૂપે બને તેવા આશયથી કંટ્રોલરૂમ શરૂ કરવા અને સહાય રૂપ બનાવ અપીલ કરી છે. તે અંતર્ગત રાજકોટ શહેર ભાજપ અધ્યક્ષ કમલેશ મિરાણીની આગેવાની એક ખાસ બેઠક બોલાવી ગઇ કાલથી જ કાર્યકતાઓને કાર્યાલય ખાતે તેમજ દરેક વોર્ડમાં જવાબદારીઓ સોપવામાં આવેલ જેમાં કમલેશ મિરાણી, ધનસુખ ભંડેરી, નિતિન ભારદ્વાજ, મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરીયા, ઉદય કાનગડ, અંજલીબેન રૂપાણી, ગોવિંદભાઇ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, બિનાબેન આચાર્ય, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, ભાનુબેન બાબરીયા, પ્રદિપ ડવ, કશ્યપ શુકલ, રાજુભાઇ બોરીચા, પુષ્કર પટેલ, અનિલભાઇ પારેખ, હરેશ જોષી સહિતના સાથે વોર્ડમાં તમામ શ્રેણીના કાર્યકર્તાઓ ગઇ કાલે સાંજે ૪ વાગ્યાથી રાઉન્ડ કલોક જવાબદારી સંભાળી આખી રાત અને અને તેમજ આ વાવાઝોડુ સમાપ્ત થાય ત્યાં સુધી કાર્યકર્તાઓ લોકોનો વચ્ચે રહે છે. વધુ માહિતી આપતા કમલેશ મિરાણી, જીતુભાઇ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, સહિતનાએ જણાવ્યું હતુ કે, ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વોર્ડમાં ફુડ પેકેટ, પાણીની બોટલ, આવશ્યક દવાઓ સહિતની સામગ્રી સાથે કંટ્રોલ રૂમ પર હાજર રહ્યા હતા અને ગઇ કાલ બપોરથી લઇ આખી રાત અને વહેલી સવાર સુધી કમલેશ મિરાણી, ધનસુખ ભંડેરી, નિતિન ભારદ્વાજ, ઉદય કાનગડ, પ્રદિપ ડવ, અરવિંદ રૈયાણી, પુષ્કર પટેલ, સહિતના આગેવાનો દરેક વોર્ડમાં રાઉન્ડ ધ કલોક રહ્યા હતા.

(3:55 pm IST)