Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

જિલ્લા પંચાયતના કંટ્રોલ રૂમની મુલાકાતે વિપક્ષી નેતા અર્જુન ખાટરિયા : તાગ મેળવ્યો

રાજકોટ તા. ૧૮ : જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા અર્જુન ખાટરિયાએ આજે સવારે પંચાયત કચેરીના કંટ્રોલ રૂમની મુલાકાત લઇ માહિતી મેળવી હતી.

અર્જુન ખાટરિયા વિપક્ષી નેતા બન્યા બાદ આજે પ્રથમ વખત કંટ્રોલ રૂમ પર ગયેલ. તેમણે ફરજ પરના કર્મચારીઓ પાસેથી વાવાઝોડાની પરિસ્થિતિ, પંચાયત દ્વારા ગોઠવાયેલ વ્યવસ્થા, ગામોમાંથી આવેલી ફરીયાદો, પશુધનને અને ખેતીને થયેલ નુકસાન, જાનહાની, વૃક્ષો પડવાથી માર્ગોમાં સર્જાયેલ અવરોધ અસરગ્રસ્ત લોકોનું સ્થળાંતર વગેરે બાબતે માહિતી મેળવી હતી. લોકોની મુશ્કેલી નિવારવા માટે પોતાના સહયોગની તત્પરતા દર્શાવી હતી.

(3:16 pm IST)