Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

રૈયા રોડ સીટી સેન્ટર પાસે જુગાર રમતા બે પકડાયા

રાજકોટ તા. ૧૮: રૈયા રોડ સીટી સેન્ટર પાસે ગાંધીગ્રામ પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા બે શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ રૈયા રોડ સીટી સેન્ટર પાસે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીના આધારે ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ જે. જી. રાણા તથા હેડ કોન્સ. ખોડુભા તથા કોન્સ. ગોપાલભાઇ સહિતે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા રામનગર શેરી નં. ૩ ના ઇમરાન સલીમભાઇ કારીયાણી અને એરપોર્ટ રોડ ગ્રીન પાર્ક શેરી નં. ર ના અતુલ મનસુખભાઇ સોમૈયાને પકડી લઇ રૂ. ૧પ૦૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(3:03 pm IST)