Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

ચુનારાવાડ લાખાજીરાજ સોસાયટીમાં સીડી પરથી પડી જતાં અમિત વાછાણીનું મોત

રાજકોટ તા. ૧૮: ચુનારવાડમાં લાખાજીરાજ સોસાયટી-૯માં રહેતાં અમિતભાઇ વિનોદભાઇ વાછાણી (ઉ.વ.૩૭)નું સીડી પરથી પડી જતાં ઇજા થવાથી મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

અમિતભાઇ પોતાના ઘરે તા.૯ના સવારે પાંચેક વાગ્યે સીડી પરથી અકસ્માતે પડી જતાં માથામાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અહિ ગત રાતે મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના રણછોડભાઇ સાંબડે આ અંગે થોરાળા પોલીસને જાણ કરી હતી. પીએસઆઇ એચ. બી. વડાવીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃત્યુ પામનાર અમિતભાઇ બે ભાઇ અને ત્રણ બહેનમાં મોટો હતો અને છુટક મજૂરી કરતો હતો. સંતાનમાં બે પુત્ર છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારજનો શોકમાં ગરક થઇ ગયા છે.

(1:31 pm IST)