Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

રૈયા રોડ પર જનતા ડેરી પાસેથી અજાણ્યા પુરૂષની લાશ મળીઃ વાલીવારસની શોધખોળ

મૃતક પાસેથી કડીયા કામના ઓજારો મળ્યાઃ ઓળખ મેળવવા તજવીજ

રાજકોટ તા. ૧૮: રૈયા રોડ જનતા ડેરી સામે ક્રિષ્ના કુબેર કોમ્પલેક્ષ પાસે ગુરૂકૃપા પ્લાયવૂડ નામની દૂકાન પાસેથી અજાણ્યા આશરે ૪૦ થી ૪૨ વર્ષના શખ્સની લાશ મળી આવી છે. મૃતક પાસેથી કડીયા કામના સાધનો મળ્યા છે. તેણે લાલ-દુધીયા-પીળા ચેકસવાળો શર્ટ અને કાળુ પેન્ટ પહેરેલુ છે. આ સ્થળે હાજર કેટલાક મજૂરો ચર્ચા કરતાં હતાં કે મૃતક આગલા દિવસે પોતાને જમવું છે એવી વાત કરતાં હતાં. તસ્વીરમાં દેખાતાં મૃતકના કોઇ વાલીવારસ હોય તો યુનિવર્સિટી પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે. હેડકોન્સ. સંજયભાઇ દાફડા વધુ તપાસ કરે છે. હાલ મૃતદેહ સિવિલ હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રખાયો છે.

(12:11 pm IST)