Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

રાજકોટમાં વધુ 2 પોઝિટિવ કેસ નોંધાયા : સરધારના યુવાન અને રાજકોટની સગીરાને કોરોના વળગ્યો :કુલ કેસ 84 થયા

કોન્ટેકટ હિસ્ટ્રી નથી છતાં પોઝિટિવ કેસ: શહેરીજનોને ઘેરી ચિંતા : સગીરાના સંપર્કમાં આવેલ 16 લોકોને ક્વોરેન્ટાઇન કરાયા : રાજકોટ શહેરમાં આજે કુલ બે રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. શહેરનો આંક 76 અને જિલ્લાનાં 8 સહિત કુલ 84

 

રાજકોટ : રાજકોટમાં છેલ્લા પાંચેક દિવસથી કોરોનાનો એકપણ કેસ નોંધાયો નહતો ત્યારે આજે બપોર બાદ હોટસ્પોટ જંગલેશ્વરમાં એક કેસ નોંધાયા બાદ મોડીરાત્રે વધુ બે કેસ નોંધાતા ચિંતાની લાગણી પ્રસરી છે

મળતી વિગત મુજબ સરધારના 40 વર્ષીય પ્રકાશભાઈ પરષોત્તમભાઈ ઉનેજીયાઅને સાધુવાસવાની રોડ પર ગુરુજી નગરની 16 વર્ષીય ભારતી દીપકભાઈ ઓજી ને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે

કોઈ ટ્રાવેલ્સ હિસ્ટ્રી ધરાવતા નથી છતાં પોઝિટિવ રિપોર્ટ આવતા શહેરીજનોમાં ચિંતાની લાગણી પ્રસરી છે બીજીતરફ ભારતીના સંપર્કમાં આવેલ 10 લોકોને ક્વોરેન્ટાઇન કરાયા છે અને સમરસ હોસ્ટેલમાં લઇ જવાય છે

(12:16 am IST)