Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

ધોરણ-૧ર સાયન્સના પરિણામમાં ધોળકિયા સ્કૂલની વણથંભી વિજયકુચઃ ટોપટેન ૩ છાત્રા

99 PR વધુ 23 વિદ્યાર્થી સાયન્સ Subject A1 ગ્રેડ 41 વિદ્યાર્થી સાયન્સ Theory A1 ગ્રેડ 5 વિદ્યાર્થી

રાજકોટ તા. ૧૮: માર્ચ-ર૦ર૦માં લેવાયેલી બોર્ડ પરીક્ષાના પરિણામો માટે વિદ્યાર્થી અને વાલીજગત કાગડોળે રાહ જોઇ રહ્યા છે તેવા સમયે ધોરણ-૧ર સાયન્સનું બોર્ડનું પરિણામ જાહેર થયું. ઓનલાઇન જાહેર થયેલા ધોરણ-૧ર સાયન્સના આ પરિણામમાં ધોળકિયા સ્કુલનું ધમાકેદાર પરિણામ આવ્યું છે. ધોળકિયા શાળા પરિણામોના વિજયપર્વની ઉજવણીમાં મોખરે રહેતી હોય છે પરંતુ હાલ ચાલી રહેલા કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે ઉજવણી શકય ન બનતા શાળાના ટ્રસ્ટી જીતુભાઇ ધોળકિયા તથા કૃષ્ણકાંતભાઇ ધોળકિયા દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઇન શુભેચ્છા સાથે આશીર્વાદ આપ્યા હતા. સમગ્ર રાજકોટ શહેરમાં સ્ટાર ટેન્કર્સ સાથે ધોળકિયા સ્કૂલે શિક્ષણ જગતમાં સર્વોપરીતા જાળવી રાખી છે.

તાજેતરમાં જાહેર થયેલ-ધોરણ-૧ર સાયન્સના બોર્ડ પરિણામમાં 99.97 PR સાથે તેજવાણી સંવેદના બોર્ડમાં ત્રીજા સ્થાને 99.95 PR સાથે ભુત હેત બોર્ડમાં પાંચમાં સ્થાને તથા 99.92 PR સાથે વઘાસીયા નિખિલ બોર્ડમાં આઠમું સ્થાન પ્રાપ્ત કરી શાળા તથા પરિવારનું ગૌરવ વધાર્યું હતું.

આ તકે મેનેજીંગ ટ્રસ્ટી કૃષ્ણકાંતભાઇ ધોળકિયા તથા જીતુભાઇ ધોળકિયાએ વાલીઓનો આભાર માનવા જણાવ્યું કે અમારા પાંચ દાયકાના શિક્ષણ ક્ષેત્રના અનુભવ પર વિશ્વાસ રાખી પોતાના બાળકોનો હાથ અમોને સોંપનાર વાલીશ્રીઓના વિશ્વાસને કારકિર્દી ઘડતરને સાકાર કરવા ધોળકિયા સ્કુલ હરહંમેશ કટિબદ્ધ રહેશે તેવી પ્રતિબદ્ધતા વ્યકત કરી વિદ્યાર્થી તથા વાલીગણને શુભેચ્છા સાથે આભાર વ્યકત કર્યો હતો.

(4:16 pm IST)