Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

ખાનગી શાળાને ટક્કર મારતી મ.ન.પાની શાળાઃ ધોરણ-૧૨ સાયન્સના પરિણામમાં ૪૦ ટકાનો વધારો

પી એન્ડ ટી.વી.શેઠ હાઇસ્કુલનું પરિણામ ૭૨ .૭૨ ટકાઃ ગત વર્ષે ૩૩.૩૩ ટકા આવ્યુ હતુ

રાજકોટ,તા.૧૮: ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવાયેલ ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરીણામ ગઇકાલે શિક્ષણ બોર્ડની વેબસાઇટ ઉપર જાહેર થયું છે. મ્યુ.કોર્પોરેશન સંચાલીત પી એન્ડ ટી.વી.શેઠ હાઇસ્કુલનું પરિણામ ૭૨ ટકા આવ્યુ છે.ગત વર્ષ કરતા આ વર્ષે ૪૦ ટકા ઉંચુ પરિણામ આવ્યુ છે.

ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગઇકાલે સવારે ૮ કલાકે વેબસાઇટ ઉપર ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૭૧.૩૪% જાહેર થયું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહમાં રાજકોટ જિલ્લો ૮૪.૬૯% સાથે સમગ્ર ગુજરાત રાજયમાં પ્રથમ ક્રમે આવ્યો છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનનાં સતાવાર સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મ્યુ.કોર્પોરેશન સંચાલીત ૬ હાઇસ્કુલ પૈકી શહેરનાં ૮૦ ફુટ રોડ, ભકિતનગર સર્કલ પાસે આવેલ પી એન્ડ ટી.વી.શેઠ હાઇસ્કુલમાં વિજ્ઞાન પ્રવાહ ચાલે છે. આ શાળામાં ૧૧ વિદ્યાર્થીઓએે ધો. ૧ર સાયન્સની પરીક્ષા ગત માર્ચ માસમાં આપી હતી . જેમાં  ૮ વિદ્યાર્થીઓ પાસ થયા છે અને   ૯૦ પી.આર ઉપર એક તથા ૮૦ પી.આર ઉપર બે વિદ્યાર્થીઓ ઉતર્ણિ થયા છે.

અત્રે નોંધનીય છે કે,  વર્ષ ૨૦૧૯ માર્ચમાં લેવાયેલ ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં પી એન્ડ ટી.વી.શેઠ હાઇસ્કુલનાં ૧૮ વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેમાં ૬ વિદ્યાર્થીઓ પાસ થતા ૩૩.૩૩ ટકા પરિણામ આવ્યુ હતુ. આમ ગત વર્ષ કરતા આ વર્ષે ૪૦ ટકા પરિણામ વધ્યુ છે. તેમ મ્યુ.કોર્પોરેશનનાં સતાવાર સુત્રોએ જણાવ્યુ છે. (૨૮.૧)

શાળામાં પ્રથમ ત્રણ ક્રમાંકે આવેલ વિદ્યાર્થીઓ

ક્રમ

વિદ્યાર્થીનું નામ

ઓલ વર

સાયન્સ

ટકાવારી

૦૧

મોવલીયા વૃષ્ય એસ.

૯૩.પ૦

૯૪.ર૦

૭૯%

૦ર

હિરપરા દર્શિલ એસ.

૮૩.૯૯

૯૩.પ૭

૭ર%

૦૩

ફળદુ કેવિન એ.

૮૪.૭૭

૮૧.૮૬

૭ર%

(4:13 pm IST)