Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

રાજકોટ જેલમાં કરોડોના ડ્રગ્સના આરોપી ઇરાનના કાચા કેદીનું મોત

બલુચીસ્તાનના દોરમહમદને ગયા વર્ષે પોરબંદરથી રાજકોટ જેલમાં ખસેડાયેલ

રાજકોટ તા. ૧૮: પોરબંદરમાં અગાઉ ૫૦૦ કરોડના ડ્રગ્સના કેસમાં પકડાયેલા ઇરાનના દોરમહમદ નકીબ રહીશ  (ઉ.વ.૫૮) (રહે. ઇરાન-બલુચીસ્તાન)ને રાજકોટ જેલમાંથી બિમારીની સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. પરંતુ અહિ તેનું મોત નિપજ્યું છે.

થોડા દિવસ પહેલા આ કાચા કામના કેદીને બિમારીની સારવાર માટે અમદાવાદની  યુ. એન. મહેતા હોસ્પિટલમાં લઇ જવામાં આવેલ. ત્યાંથી સાજા થયા બાદ રાજકોટ જેલમાં પરત લાવવામાં આવેલ. આજે તબિયત બગડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. અગાઉ અમદાવાદ એટીએસએ પોરબંદરમાં અંદાજે કરોડોનું ડ્રગ્સ પકડ્યું હતુંં તેમાં આ આરોપીની સંડોવણી પણ ખુલી હતી. તેને પોરબંદરથી રાજકોટ જેલમાં ૨૨/૬/૧૯ના રોજ  ખસેડાયેલ. આજે મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ વી. એસ. વણઝારાની રાહબરીમાં પીએસઆઇ બી. વી. બોરીસાગરે કાર્યવાહી હાથ ધરી છે. આ કેદીને હૃદયની બિમારી હતી.

(3:48 pm IST)