Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

મંદિરના ફાળાના એકઠા થયેલા પૈસા આપી દેવાનું કહી હરજી પર ધોકાવાળી

માજોઠીનગરમાં બનાવઃ સંજય કોળી નશો કરી અવાર-નવાર ડખ્ખા કરતો હોવાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૮: દૂધ સાગર રોડ પર માજોઠીનગર-૧માં રહેતાં અને છુટક મજૂરી કરતાં હરજી જાદવભાઇ કોબીયા (કોળી) (ઉ.૩૦)ને રાતે નવેક વાગ્યે ઘર પાસે સંજય લઘરાભાઇ સોલંકી નામના કોળી શખ્સે ધોકાથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને રામજી પટેલે થોરાળા પોલીસને જાણ કરી હતી.

હરજીના સગા રમેશભાઇના કહેવા મુજબ અગાઉ લત્તાવાસીઓએ મંદિર બનાવવા માટે ફાળો એકઠો કર્યો હતો. આ રકમ સંજયએ પોતાને આપી દેવાનું કહેતાં ના પાડતાં તેણે ધોકાવાળી કરી હતી. તે નશો કરી અવાર-નવાર આ વિસ્તારમાં આ રીતે ખેલ કરતો હોવાનો આક્ષેપ કરાયો હતો.

(1:16 pm IST)