Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

મહિલા સેવા સમિતિ દ્વારા બાળકો - બહેનો માટે ૨૧મીથી વેલકમ સમ ટ્રેનીંગના વર્ગો

રૃા.૧૦૦ના નજીવાદરે ૧૨ જેટલા વર્ગો શીખવાડાશે : નામ નોંધણી ચાલુ

રાજકોટ, તા. ૧૮ : શ્રી મહિલા સેવા સમિતિ (પટેલવાડી, વાણીયાવાડી રાજકોટ) દ્વારા આયોજીત બાળકો તથા બહેનો સર્વજ્ઞાતિજનો માટે વેલકમ સમર ટ્રેનીંગ કલાસનું તા.૨૧ થી ૩૦ મે સુધી આયોજન કરાયુ છે.

જેમાં દાંડીયારાસ, મેકઅપ, મહેંદી, ચોકલેટ બેકરી ડાન્સ, સ્ટીલવર્ક ડ્રોઈંગ, કરાટે, રીયલ ફલાવર્સ, કુકીંગ પેઈન્ટીંગ વિ. વર્ગો રૃા.૧૦૦ના નજીવાદરે શીખવવામાં આવશે. અંતિમ દિવસે ભેટ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે શ્રી મહિલા સેવા સમિતિ છેલ્લા પાંચ વર્ષથી આ સમર કલાસનું આયોજન કરે છે. આયોજનમાં દક્ષાબેન સગપરીયા, મીનાબેન પરસાણા, જયશ્રીબેન અકબરી, રશ્મીબેન વરસાણી, કૈલાસબેન માયાણી, ઉષાબેન અણદાણી, દિપ્તીબેન સંઘાણી, નીતાબેન મારકણા, શોભનાબેન ધવા, જયશ્રીબેન લીલા, મંજુલાબેન ચોવટીયા, મંજુલાબેન સગપરીયા અને શોભનાબેન સોરઠીયા જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:41 pm IST)