Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

સાત હનુમાન મંદિરે સોમવારથી શ્રીરામ ચરીત માનસ જ્ઞાનયજ્ઞ

શ્રી સાત હનુમાન દાદાના સેવકોના સહયોગથી ભવ્ય દિવ્ય આયોજન : પૂ.જમનાદાસબાપુ જ્ઞાનગંગા વહાવશેઃ શિવવિવાહ, રામજન્મ, રામવિવાહ સહિતના પ્રસંગો ઉજવાશે

રાજકોટ,તા.૧૮: શહેરની ભાગોળે કુવાડવા રોડ ઉપર આવેલ સુપ્રસિધ્ધ એવા શ્રી સાત હનુમાનજી મંદિરે શ્રી સાત હનુમાનજી દાદાની અસિમ કૃપાથી શ્રી હનુમાનદાદાના સાનિધ્યમાં આગામી સોમવારથી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.

નવાગામ, આણંદપર, કુવાડવા રોડ ખાતે આવેલ સુપ્રસિધ્ધ શ્રી સાત હનુમાનજી દાદાના મંદિરે તા.૨૦ના સોમવારથી તા.૨૮ શ્રી રામચરીત માનસ જ્ઞાનયજ્ઞનું આયોજન થયું છે. કથામાં વ્યાસાસને પૂ.શ્રી જમનાદાસ બાપુ નિમાવત (બીલડીવાળા) હાલ બગસરા, મો.૯૯૭૯૬ ૩૫૧૯૫, સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩:૩૦ થી ૬:૩૦ વ્યાસાસને બીરાજી કથાનું સંગીતમય રસપાન કરાવશે.

૨૦મીના સોમવારે સાંજે ૪ વાગે પોથીયાત્રા નિકળશે. ૨૧મીના મંગળવારે સાંજે ૫ વાગે શિવવિવાહ, ૨૨મીના બુધવારે સાંજે ૫ વાગે રામજન્મ, તા.૨૩ના ગુરૂવારે બાળચરિત્ર, તા.૨૪ના શુક્રવારે રામવિવાહ, તા.૨૫ના શનિવાર કથાચરિત્ર, તા.૨૬ના રવિવારે સુંદકાંડ સહિતના પ્રસંગો ધામધુમથી ઉજવાશે. ૨૮મીએ સાંજે ૪ થી ૮ સુંદરકાંડ યજ્ઞ યોજાએલ છે.

હનુમાન ભકતોએ કથામૃતનો લાભ લેવા સાત હનુમાન દાદાના પૂજારી શ્રી ત્રીભોવનદાસ કુબાવત (મો.૭૫૬૭૩ ૨૬૩૦૬) દ્વારા નિમંત્રણ અપાયું છે.

તસ્વીરમાં 'અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાને સાત હનુમાન મંદિરે આયોજીત રામકથાનું આમંત્રણ આપતા સેવકો સર્વશ્રી નાનજીભાઈ ગજેરા, ત્રિભુવનદાસ મુળદાસભાઈ, ભરતભાઈ રાવળદેવ અને હિમાંશુભાઈ ચિનોય નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:37 pm IST)