Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

છ હજાર વકીલોની સનદ સસ્પેન્ડ થવાની ઘટના દુઃખદ છેઃ જીજ્ઞેશ જોષી

બાર. કાઉ.ના મેમ્બરો આવી ઘટનાને અટકાવી શકયા નથી

રાજકોટ, તા., ૧૮: કન્વીનર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લીગલ એન્ડ હયુમન રાઇટ ડીપાર્ટમેન્ટના કન્વીનર ડો.જીજ્ઞેશ એમ.જોષી (એડવોકેટ) એ ગુજરાત રાજયના ૬૦૦૦ થી વધુ વકીલોની બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયા દ્વારા સનદ સસ્પેન્ડની કરવામાં આવેલ કાર્યવાહી અન્વયે નિવેદન દ્વારા જણાવેલ છે કે તાજેતરમાં ગુજરાતના ૬૦૦૦ થી વધુ વકીલોની સનદ સસ્પેન્ડની કાર્યવાહી બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયા દ્વારા કરવામાં આવી હતી. વર્ષ ર૦૦૬માં આ સંદર્ભે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયા દ્વારા વકીલોને નોટીસ પાઠવવામાં આવેલી હતી. પરંતુ ભુતપુર્વ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાંથી મોકલવામાં આવેલા બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના સભ્યોની જાગરૂકતાના કારણે ર૦૧૮ સુધી કોઇ જ કાર્યવાહી વકીલો વિરૂધ્ધ ન થઇ હતી. વર્ષ ર૦૧૮માં રાજકોટના બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચુંટાયેલા સભ્યોને બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયામાં પાર્ટી સાથે વફાદારીના ભાગરૂપે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયામાં સભ્ય તરીકે ભાજપ દ્વારા મોકલવામાં આવેલ હતા.

ડો.જીજ્ઞેશ એમ.જોશી (એડવોકેટ) એ વધુમાં જણાવ્યું હતું કે ચુંટાયેલા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેમ્બર અને હાલના બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના મેમ્બર તરીકે કામ કરતા હોય તેવું લાગે છે તેમની નિષ્ક્રીયતાને કારણે ગુજરાતના ૬૦૦૦ થી વધુ વકીલોની સસ્પેન્ડની કાર્યવાહી થયેલી છે જો તેમને સક્રિયતા દાખવેલ હોત તો વકીલોની સનદ સસ્પેન્ડની કાર્યવાહી રોકી શકાય તેમ હતી.

બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના મેમ્બર દ્વારા રાજકોટ ખાતે નવી કોર્ટ બિલ્ડીંગ અંગે દેખાડવા માટેની જાગરૂકતા દેખાડવા માટે ગુજરાત રાજયના ચીફ જસ્ટીસ શ્રીને સંબોધીને નવા કોર્ટ બિલ્ડીંગ અંગેની ર૦ થી વધુ પાનાની લેખીત રજુઆત મોકલવામાં આવેલી છે જે તમામ સગવડતાઓ રાજકોટ બાર એસોસીએશન દ્વારા વર્ષ ર૦૧૮માં પહેલાથી જ લેખીત સ્વરૂપે માંગણીઓ ઠરાવ સ્વરૂપે કરી માંગી લેવામાં આવી હતી તેમ અંતમાં શ્રી એડવોકેટ જીજ્ઞેશભાઇ જોષીએ જણાવેલ છે.

(3:32 pm IST)