Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

થેલેસેમીયા પીડીત બાળકોની પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ-રૂરલ એસ.પી. બલરામ મીણા સાથે મુલાકાત

રાજકોટઃ થેલેસેમીયા પીડીત બાળકોએ પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ અને પોલીસ સુપ્રિન્ટેડન્ટ શ્રી બલરામ મીણા સાથે થેલેસેમીયા દિને મુલાકાત કરી હતી. બંને વરષ્ઠિ અધિકારીઓએ તમામ બાળકોને આર્શીવાદ  અને સહયોગની ખાતરી આપી હતી. પણ પોલીસ તંત્ર પણ સમયાંતરે રકતદાન કેમ્પનું આયોજન કરતુ રહેેશે તેમ જણાવેલ. આ શુભેચ્છા મુલાકાત સમયે થેલેસેમીયા પીડીત બાળકો તથા તેમના વાલીઓ ડો. રવી ધાનાણી, વિધિ કોટક, પુનમ લીંબાસીયા, ધ્રુવ રાવલ, કેયુર કાકરેચા, રોહીત લાવડીયા, હિરેન મંગલાણી, ભગવતી વાઘેલા, પૂજા મહેતા, કેવલ મહેતા, મલય ઝાલા, રાહુલ મલસાતર, પ્રદીપભાઇ જાની, હસુભાઇ શાહ, હિતેષ ખુશલાણી, પરીમલભાઇ જોષી, સહિતનાઓ અને વિવેકાનંદ યુથ કલબના અનુપમ દોશી, મિતલ ખેતાણી, ઉપેન મોદી, ડો. રમેશભાઇ ભાયાણી, હસુભાઇ રાચ્છ, ભનુભાઇ રાજગુરૂ, પ્રતિક સંઘાણી, જીતુલભાઇ કોટેચા પણ સાથે રહયા હતા. થેલેસેમીયા અંગેની વિશેષ માહિતી માટે અનુપમ દોશી (મો.૯૪૨૮૨ ૩૩૭૯૬) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(3:29 pm IST)