Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

કાલે કુવાડવામાં સમસ્ત કોળી સમાજના સમુહલગ્નઃ ૩૦ નવયુગલો પ્રભુતામાં પગલા પાડશે

કરીયાવરમાં દીકરીઓને ૭૦ જેટલી વસ્તુઓ અપાશેઃ રકતદાન કેમ્પનું પણ આયોજન

તસ્વીરમાં કોળી સમાજના આગેવાનો સર્વશ્રી ભરત સોરાણી (મો.૯૮૨૫૩ ૩૮૪૪૬), કુવાડવા સરપંચ સંજયભાઈ પીપળીયા, દિનેશભાઈ સોલંકી, ધીરૂભાઈ શીયાળ, સુનીલ બાવરીયા, વિજયભાઈ ભાલીયા નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ,તા.૧૮: કુવાડવા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત કોળી સમાજ દ્વારા દસમો સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે તા.૧૯ રવિવારેના રોજ રાજકોટના કુવાડવા ગામે આવેલ સજાવટ પાર્ટી પ્લોટ, વાંકાનેર ચોકડી, કુવાડવા ગામે સમુહ લગ્નોત્સવ સાંજે ૬ થી ૧૧ દરમ્યાન યોજાશે. જેમા ૩૦ નવદંપતીઓ પ્રભુતામાં પગલા પાડશે.

સમસ્ત કોળી સમાજના સમુહ લગ્ન અંગે વિસ્તૃત વિગતો આપતા સંસ્થાના પ્રમુખ ભરતભાઈ સોરાણીએ જણાવ્યું હતુ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત કોળી સમાજના સમુહલગ્નમાં ૩૦ દિકરીઓના લગ્ન થશે અને દાતાઓના સહકારથી દિકરીઓને ભેટ આપવામાં આવશે.

આ પ્રસંગે નવદંપતિને આશીર્વચન પાઠવશે. સંતો- મહંતો સમુહ લગ્નોત્સવમાં યોજનારા કાર્યક્રમમાં પ્રેરણાદાય ઉપસ્થિતિ કેબીનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા તથા અધ્યક્ષપદે રાજયસભાના પૂર્વસાંસદ શ્રી શંકરભાઈ વેગડ તથા સમુહ લગ્નોત્સવના ઉદ્ઘાટકશ્રી હીરાભાઈ સોલંકી, રોહીતજી ઠાકોર, ડો.મહેન્દ્રભાઈ મુંજપરા ઉપસ્થિત રહેશે. વિરજીભાઈ સનુરા તથા સમુહલગ્નોત્સવના મુખ્ય મહેમાન સાંસદશ્રી, સુરેન્દ્રનગર શ્રી દેવજીભાઈ ફતેપરા, સાંસદશ્રી જુનાગઢ, રાજેશભાઈ ચુડાસમા તથા મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ, મંત્રી પરસોતમભાઈ સોલંકી, ધારાસભ્યશ્રી આર.સી.મકવાણા, ધારાસભ્યશ્રી વિમલભાઈ ચુડાસમા, ધારાસભ્યશ્રી પરસોતમભાઈ સાબરીયા, પૂર્વ સંસદીય સચિવશ્રી શામજીભાઈ ચૌહાણ સહીત ઉપસ્થિત રહેશે.

(1:22 pm IST)