Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

રાજકોટમાં મળે છે રૂ. ૨૦થી માંડીને રૂ. ૫૫૫૦નું પાન

'મિસ્ટર પાનવાલા'માં મળે છે ૪૦ પ્રકારના પાન : પસંદગી માટે ૮ પાનાનું મેન્યુ પણ છે

રાજકોટ તા. ૧૮ : હોટેલ કે રેસ્ટોરાંમાં મેન્યૂ હોય પણ એ સિવાય બીજે કયાંય મેન્યૂ હોતું નથી, પણ રાજકોટના 'મિસ્ટર પાનવાલા' નામની પાનની દુકાનની વાત જુદી છે. અહીં પાનનું આઠ પાનાંનું કલરફુલ મેન્યૂ છે અને લોકો આવીને આ મેન્યૂ જોઈને એમાંથી પાનનો ઓર્ડર આપે છે.

રાજકોટના સર્વેશ્વર ચોકમાં શરૂ કરવામાં આવેલી મિસ્ટર પાનવાલા નામની આ શોપના માલિક નરેન્દ્ર માલવિયાએ કહ્યું કે 'સામાન્ય રીતે બીજી દુકાનોમાં ચાર-છ કે આઠ જાતનાં પાન મળતાં હોય, પણ અમારે ત્યાં ૪૦થી વધારે પાન મળે છે અને ક્રોસ કોમ્બિનેશન કરો તો ૧૦૦થી વધારે પાન મળે છે. આ બધાં પાનનું લિસ્ટ દીવાલ પર લગાડો તો વાંચી ન શકાય એટલે અમે મેન્યૂનો વિચાર કર્યો, જે બધાને ખૂબ ગમ્યો. હવે અમારે ત્યાં પાન ખાવા આવે છે એ પહેલાં મેન્યૂ જ માગે છે અને પછી એમાંથી ઓર્ડર કરે છે.'

ઙ્ગ'મિસ્ટર પાનવાલા'ની બીજી ખાસિયત એ છે કે ત્યાં ૨૦ રૂપિયાથી માંડીને પપપ૦ રૂપિયા સુધીનાં પાન મળે છે. પપપ૦ રૂપિયાનું પાન હનીમૂન પાન છે, પણ એ સિવાયનાં અમુક પાન ૨પ૦૦ અને ૩૦૦૦ રૂપિયાનાં પણ છે, જે કોઈ પણ ખાઈ શકે છે.

ગોલ્ડ વરખવાળાં પાન પણ અહીં મળે છે, જે બીજે કયાંય મળતાં નથી. નરેન્દ્ર માલવિયાએ કહ્યું કે 'રાતના સમયે પાન ખાવા આવનારાઓમાંથી એકબે જણને પાન કે ફાકીનું વ્યસન હોય પણ બાકીના બધા શોખથી પાન ખાનારા હોય છે. આ શોખથી પાન ખાનારાઓને આકર્ષવા માટે અમે મેન્યૂ અને પાનની વેરાઇટી ડેવલપ કરી છે.' (૨૧.૬)

(11:55 am IST)