Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

અમિતભાઈ પરિવાર સાથે રાત્રે રાજકોટમાં: સવારે સોમનાથ રવાના

રાજકોટઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ પરિવારજનો સાથે ગત રાત્રે રાજકોટ આવી પહોંચ્યા હતા. અમિતભાઈ સાથે તેમના ધર્મપત્ની શ્રીમતિ સોનલબેન શાહ, પુત્ર શ્રી જય શાહ, પુત્રવધુ અને નાનકડી લાડલી પૌત્રી સાથે આગમન થયું હતું. શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી, મ્યુનિસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઈ ભંડેરી, મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી લાખાભાઈ સાગઠીયા, ભીખાભાઈ વસોયા, શહેર ભાજપ મંત્રીશ્રી જીતુભાઈ કોઠારી, શ્રી દેવાંગભાઈ માંકડ અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અમિતભાઈએ શહેર ભાજપના આગેવાનો સાથે ચર્ચાઓ કરી હતી. આજે સવારે અમિતભાઈ પરિવારજનો સાથે સોમનાથ જવા રવાના થયા હતા. ઉલ્લેખનિય છે કે દેશમાં કે રાજયમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ અમિતભાઈ સોમનાથ મહાદેવને માથુ ટેકવવા અચુક આવતા હોય છે. તસ્વીરમાં પોતાની લાડલી પૌત્રી અને પરિવારજનો સાથે અમિતભાઈ નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(11:54 am IST)