Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

UPSC ની પરીક્ષાના નિયમમાં ફેરફારઃ જે સેન્ટર ફાળવાયું તેમાં જ પરીક્ષા આપવી ફરજીયાત

પેપરો પરિક્ષાના ૧૦ મીનીટ પહેલા જ ખોલવા આદેશોઃ ૧૩ કેન્દ્રો

રાજકોટ તા. ૧૭ : આગામી ર જુને રાજકોટમાં લેવાનાર IAS-IPS-IRS  ની UPSC પરીક્ષામાં નિયમોમાં ધરખમ ફેરફારો થયા છે. પરીક્ષા રાજકોટમાં ૧૩ કેન્દ્રો ઉપર લેવાશે, સૌરાષ્ટ્ર-કચ્છના કુલ ૩૮૧૦ ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષા અંગે મહત્વના ફેરફારમાં ઉમેદવારોને જે સેન્ટર ફાળવાયું છે, તે જ સેન્ટરમાં પરીક્ષા આપવી ફરજીયાત છે, અને આ વખતે પેપર બોકસની અંદર પોલીથીનની બેગમાં મોકલવાનો નિર્ણય લેવાયો છે.  ઉમેદવારોને પોતાના પરીક્ષા કેન્દ્રમાં ૧૦ મીનીટ વહેલા આવવાનો સુપરવાઇઝરોને પણ પરીક્ષાના ૧૦ મીનીટ પહેલા જ પેપરો ખોલવા સુચના અપાઇ હતી.

(3:36 pm IST)