Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

રેસકોર્ષ પાસે વર્લી ફીચરના આંકડા લેતા દિલીપ અને નાથો ઝડપાયા

રાજકોટ, તા. ૧૮ :. પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહેલોતની સૂચનાથી ક્રાઈમ બ્રાન્ચના એસીપી જયદીપસિંહ સરવૈયાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચના એએસઆઈ વિજયસિંહ ઝાલા, હેડ કોન્સ. પ્રદીપસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ ઝાલા, અમીનભાઈ ભલુર અને જીજ્ઞેશભાઈ મારૂ સહિત પેટ્રોલીંગમા હતા ત્યારે વિજયસિંહ અને પ્રદીપસિંહને મળેલી બાતમીના આધારે કિસાનપરા ચોક નજીક રેસકોર્ષમાં જવાના ગેટ પાસે દરોડો પાડી વર્લી ફીચરના આંકડા લખી જુગાર રમાડતા નાથા ચુનીભાઈ વ્યાસ (ઉ.વ. ૬૬, રહે. નવદુર્ગાપરા, શેરી નં. ૩, મોટામવા), દિલીપ રતીલાલ પાટડીયા (ઉ.વ. ૫૭, રહે. શ્રીજીનગર શેરી નં. ૧ રૈયારોડ)ને પકડી લઈ ૬૫૦૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી તપાસ હાથ ધરી છે.

(4:20 pm IST)