Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

ત્રિવેણી સંગમ મ્યુઝીકલ ગ્રુપનું નવું નજરાણું : કાલે નોન પ્રોફેશ્નલ કલાકારો દ્વારા જૂના ગીતોનો કાર્યક્રમ

રાજકોટ, તા. ૧૮ : ત્રિવેણી સંગમ મ્યુઝીકલ ગ્રુપ દ્વારા સંગીતચાહકો માટે નવા રંગરૂપ સાથે આવતીકાલે તા.૧૯ને શનિવારે રાત્રે ૯ કલાકે હેમુગઢવી મીની હોલમાં એક સંગીતમય શોનું આયોજન કરેલ છે. જેમાં રાજકોટના નોન - પ્રોફેશ્નલ છતાં ખ્યાતનામ ફનકારો દ્વારા સંુદર ગીતોની સુરાવલી પ્રસ્તુત કરવામાં આવશે.

આ ગાયકવૃંદમાં ડો. પરેશ શાહ - વોઈસ ઓફ મુકેશ (મો.૯૮૨૪૨ ૨૪૪૧૭), ધર્મેશ કુંડલીયા -વોઈસ ઓફ કિશોરકુમાર, ધનંજય વ્યાસ - વોઈસ ઓફ રફી, હીના કોટડીયા - વોઈસ ઓફ લતા - આશા, પરેશ જોષી - વોઈસ ઓફ રફી, હર્ષીત જોગીયા - વોઈસ ઓફ મહેન્દ્ર કપૂર જૂના ગીતો પીરસશે. આ મ્યુઝીકલ શોનંુ એન્કરીંગ શ્રીમતી રશ્મીબેન માણેક દ્વારા તેમની આગવી સ્ટાઈલના રજૂ કરશે.

આ કાર્યક્રમને સફળતા મળે તથા સંગીતજગતના મહાનુભાવો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. આમંત્રિતો માટે આયોજીત આ કાર્યક્રમમાં ૩૦ ગીતો રજૂ થશે. તસ્વીરમાં ગાયક કલાકારો નજરે પડે છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

(4:18 pm IST)